હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદમાં ચિરાગ પાસવાનનો ‘હનુમાન’ અવતાર: વિપક્ષ સામે છાતી ફાડી નાખવાનો પડકાર અને કોંગ્રેસના ‘પરિવારવાદ’ પર સર્જિકલ સ્ટ્રાઈક
લોકસભા સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ચિરાગ પાસવાને પીએમ મોદી પ્રત્યેની અતૂટ ભક્તિ દર્શાવી : બંધારણના નામે રાજકારણ ખેલતી કોંગ્રેસને બાબા સાહેબ આંબેડકરના અપમાનનો યાદ અપાવ્યો જૂનો ઇતિહાસ

નવી દિલ્હી: લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાના આક્રમક તેવરથી વિપક્ષી છાવણીમાં સન્નાટો ફેલાવી દીધો હતો. જ્યારે વિપક્ષી નેતાઓએ ચિરાગને વડાપ્રધાન મોદીના ફોટા બાબતે ઘેરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે અત્યંત ભાવુક અને વીરતાપૂર્ણ અંદાજમાં વળતો પ્રહાર કર્યો હતો. ચિરાગે ૨૦૨૦ની ઘટનાને યાદ કરતા ગર્જના કરી કે, "ત્યારે પણ તમે મને પીએમ મોદીનો ફોટો લગાવતા અટકાવ્યો હતો, પણ આજે હું પૂરી તાકાતથી કહું છું કે મારે કોઈ ફોટા કે પોસ્ટરની જરૂર નથી. વડાપ્રધાન મારા હૃદયમાં વસે છે અને જો જરૂર પડે તો હું હનુમાનની જેમ મારું હૃદય ચીરીને બતાવવા તૈયાર છું." ચિરાગના આ નિવેદન બાદ સત્તાધારી પક્ષના સાંસદોએ પાટલીઓ થપથપાવી તેમનું સ્વાગત કર્યું હતું.
ચર્ચાને આગળ ધપાવતા ચિરાગે કોંગ્રેસના સૌથી નબળા પાસા એટલે કે 'પરિવારવાદ' પર સીધો હુમલો કર્યો હતો. ગૌરવ ગોગોઈ અને કોંગ્રેસી સાંસદો તરફ ઈશારો કરતા તેમણે સવાલ કર્યો કે, "તમે બંધારણની ચોપડીઓ લઈને ફરો છો, પણ શું ખરેખર તેનું સન્માન કરો છો? સંસદના ગલિયારામાં એક જ પરિવારના ત્રણ સભ્યોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી, પણ શું ક્યારેય તમને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની તસવીર લગાવવાનો વિચાર આવ્યો હતો?" તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે દાયકાઓ સુધી આંબેડકરનું અપમાન કર્યું છે અને માત્ર NDA સરકારમાં જ તેમને યોગ્ય સન્માન મળ્યું છે. ચિરાગે આ લડાઈને "આંબેડકર વિરુદ્ધ ભત્રીજાવાદ" ગણાવીને વિપક્ષને બેકફૂટ પર લાવી દીધો હતો.
વિપક્ષી નેતાઓના હોબાળા વચ્ચે ચિરાગ પાસવાને લોકશાહીની ગરિમા અને જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેમણે વિપક્ષની જીદને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે પુરાવા વગર સ્પીકરને હટાવવાની માંગ કરવી એ માત્ર એક નાટક છે. તેમણે પડકાર ફેંકતા કહ્યું, "જો તમારામાં હિંમત હોય તો પ્રશ્નો પૂછો, અમે જવાબ આપવા તૈયાર છીએ, પણ ચર્ચા છોડીને ભાગશો નહીં." ચિરાગના આ ભાષણે સાબિત કરી દીધું કે તેઓ માત્ર દલિત રાજકારણના ચહેરા જ નથી, પરંતુ પીએમ મોદીના સૌથી મજબૂત અને વફાદાર રક્ષક તરીકે પણ ઉભરી આવ્યા છે. આ પ્રચંડ ભાષણ બાદ સોશિયલ મીડિયા પર ચિરાગ પાસવાનના 'હનુમાન' અવતારના વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
