<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

પીએમ મોદીનો મેગા શો: કેરળ અને તમિલનાડુમાં ₹16,450 કરોડના પ્રોજેક્ટ્સ: બે મોટી જાહેર સભાઓ, શું સાઉથમાં સમીકરણ બદલાશે?

પીએમ મોદી કેરળ અને તમિલનાડુની એક દિવસની મુલાકાતે:કુલ ₹16,450 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે: કોચી રિફાઇનરીમાં ₹5,500 કરોડના પોલીપ્રોપીલીન યુનિટથી લઈને તમિલનાડુમાં ગેસ પાઇપલાઇન નેટવર્ક સુધી આ મુલાકાત દક્ષિણ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી મોદી 11 માર્ચે કેરળ અને તમિલનાડુની મહત્વપૂર્ણ મુલાકાતે જશે.આ એક દિવસીય મુલાકાત દરમિયાન તેઓ આશરે ₹16,450 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં પેટ્રોલિયમ, કુદરતી ગેસ, રેલ્વે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, ગ્રામીણ રસ્તાઓ અને નવીનીકરણીય ઉર્જા સંબંધિત અનેક મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે આ પ્રોજેક્ટ્સ દક્ષિણ ભારતમાં આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે, રોજગારીની તકો વધારશે અને કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આ મુલાકાતને માળખાગત વિકાસ અને ઉર્જા ક્ષેત્રમાં મોટા રોકાણો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રધાનમંત્રી પહેલા કેરળના એર્નાકુલમમાં એક કાર્યક્રમને સંબોધિત કરશે અને પછી તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

   પ્રધાનમંત્રી મોદી કેરળના એર્નાકુલમથી તેમની મુલાકાત શરૂ કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે, તેઓ આશરે ₹10,800 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં ઊર્જા, પરિવહન અને રેલ્વે સંબંધિત અનેક મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ત્યારબાદ, પ્રધાનમંત્રી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. સરકારનું માનવું છે કે આ પ્રોજેક્ટ્સ કેરળની ઔદ્યોગિક અને પરિવહન ક્ષમતાઓને મજબૂત બનાવશે.

(12:14 AM IST)