News of Wednesday, 11th March 2026
પ્રમોશન અને છટણીના નિર્ણયો પણ બોસ હવે એઆઈને પૂછીને લે છે
અધિકારીઓ મહત્વના નિર્ણયો એઆઈ ચેટબોટને ભરોસે છોડે છે : ૬૨ ટકા બિઝનેસ લીડર્સ તેમના મોટાભાગના વેપારી નિર્ણયો લેવા માટે એઆઈનો ઉપયોગ કરે છેઃ અભ્યાસ

નવી દિલ્હી તા.૧૧: ૬૪ ટકા બિઝનેસ લીડર્સ પ્રમોશન અને છટણી જેવા વિષયોમાં નિર્ણય લેવાનું કામ એઆઈને ભરોસે છોડી દેતાં હોવાનું એક સર્વેમાં બહાર આવ્યું છે. ૩-જેમ નામની માર્કેટ રિસર્ચ કંપનીના ૨૦૨૫ના સર્વેમાં ૨૭ ટકા લોકોએ કબૂલ્યું હતું કે તેઓ આ પ્રકારના મોટાં નિર્ણયો લેવામાં એઆઇની સલાહ લે છે. ચોંકાવનારી બાબત એ છે કે ૧૪૦ જણાએ સ્વીકાયું હતું કે જો કોઈ આઇડિયા એઆઈની ભલામણો અનુસાર ન જણાતો હોય તો તેઓ પોતાના વિચારો પર શંકા કરવા માંડે છે.
યુકેમાં માર્કેટ રિસર્ચ એજન્સી ૩-જેમ દ્વારા૨૦૦ માલિકો, ફાઉન્ડર્સ, સીઇઓ અને સિનિયર લીડર્સ ના કામનો અભ્યાસ કરી જે સર્વે કર્યો છે તેના તારણો ચોંકાવનારા આવ્યા છે. આ સર્વે અનુસાર ૬૨ ટકા લીડર્સ પોતાના મોટાભાગના વેપારી નિર્ણયો લેવા માટે એઆઈનો ઉપયોગ કરે છે. ૪૬ ટકાટ્ટ લીડર્સે એમ જણાવ્યું હતું કે હવે તેઓ તેમની સાથે કામ કરતાં માણસોની સલાહ કરતાં એઆઈની સલાહ પર વધારે ભરોસો કરે છે. નોકરીમાં રાખવા કે કાઢવા જેવી મહત્વની બાબતોમાં પણ એઆઇની દખલ વધી ગઈ છે. ગયા વર્ષના એક રિપોર્ટ અનુસાર ૬૪ ટકા બિઝનેસ લીડર્સ આવા કામમાં એઆઇની સલાહ લેતાં હોવાનું સર્વેમાં જણાયું હતું.
ડેન્માર્કના મનોચિકિત્સક સોરેન ઓસ્ટરગાર્ડે જણાવ્યું હતું કે એઆઇ પર વધારે પડતાં નિર્ભર રહેવાથી વિદ્વાનોમાં માનસિક સુસ્તી વધી શકે છે. એઆઈ પર નિર્ભર ૨ હેવાથી લોકોની કોઈ એક વિષય પર ઉંડી વિચારણા કરવાની ક્ષમતા ઘટી રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જ્યારે કોઈ કામ મશીન માણસ કરતાં ટ્ટ બહેતર કરવા માંડે એટલે આપણું મગજ એ દિશામાં પ્રયાસ કરવાનું છોડી દે છે.
એઆઇની અસર ઓફિસો પૂરતી જ મર્યાદિત નથી. આગામી પેઢીને પણ એઆઈ નબળી પાડી રહી છે. એમઆઈટીના સંશોધન અનુસાર ચેટ જીપીટી એપ યુવાનોના ક્રિટીકલ થિન્કિંગને ખતમ કરી રહી છે. સંશોધનમાં રસપ્રદ બાબત એ જાણવા મળી છે કે જે લોકો કોઈ માહિતી મેળવવા માટે ગૂગલ દ્વારા સર્ચ કરતાં હતા તેમની કરતાં એઆઈ વાપરનારાની માનસિક સક્રિયતા ઓછી જણાઈ હતી. જે બાળકોનો હાલ વિકાસ થઈ રહ્યો હોય તે જો એઆઈના રવાડે ચડે તો તેમને સૌથી વધારે નુકશાન થઈ શકે છે. બાળકોની નવી બાબતો શીખવાની ક્ષમતા અને તેમના લાંબાગાળાના માનસિક વિકાસ માટે એઆઈ ભારે નુકશાનકારક પુરવાર થઈ શકે છે
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
