<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

વૉલમાર્ટે ઇન્‍ડિયા ગ્રોથ સમિટ માટે રજિસ્‍ટ્રેશન શરૂ કર્યા

 રાજકોટ, તા., ૧૧:  વૉલમાર્ટ જાહેર કરે છે કે, તેમણે ઇન્‍ડિયા ગ્રોથ સમિટ ૨૦૨૬ના રજિસ્‍ટ્રેશન શરૂ કર્યું છે, જે ભારતીય બિઝનેસીસને સ્‍થાનિક તથા વૈશ્વિક સ્‍તરે કદમ મેળવવા માટેનો એક સમર્પિત કાર્યક્રમ છે.

૭મી મે, ૨૦૨૬ના રોજ નવી દિલ્‍હીના ભારત મંડપમ ખાતે યોજાનાર આ સમિટની બીજી આવળતિમાં માઇક્રો, સ્‍મોલ એન્‍ડ મધ્‍યમ એન્‍ટરપ્રાઈઝીસ (એમએસએમઇસ),  ડિજિટલ-ફર્સ્‍ટ બ્રાન્‍ડ્‍સ, ડાયરેક્‍ટ-ટુ-કન્‍ઝ્‍યુમર (ડીટુસી) વિક્રેતાઓ તથા નવીન સપ્‍લાય ચેઇન કંપનીઓ વૉલમાર્ટ સાથે વૈશ્વિક વેપારમાં નવી તકો શોધવા એકજૂટ થઇને આવશે.

આ રજિસ્‍ટ્રેશન ૨૩મી એપ્રિલ, ૨૦૨૬ સુધી ખૂલ્લું રહેશે. તો વૉલમાર્ટ માર્કેટપ્‍લેસમાં જોડાવવા તથા આંતરરાષ્‍ટ્રીય ઇ-કોમર્સ ક્ષેત્રમાં તેમની હાજરી વધારવા ઇચ્‍છતા ભારતીય બિઝનેસીસ તેમાં જોડાઈ શકે છે. આ સમિટ મેક ઇન ઇન્‍ડિયા પહેલ સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ્‍ય હોમ ટેક્‍સટાઈલ્‍સ, કન્‍ઝ્‍યુમેબલ્‍સ, હેલ્‍થ અને વૅલનેસ, ફૂડ, જનરલ મર્ચેન્‍ડાઈઝ, જ્‍વેલરી, અપરેલ્‍સ, શૂઝ, ટોય્‍સ અને સ્‍ટેશનરી જેવી મુખ્‍ય શ્રેણીની નિકાસને વેગ આપવાનો છે

(2:53 PM IST)