હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોર્મુઝ સંકટને કારણે ઇન્ટરનેટ બ્લેકઆઉટ થવાનો ખતરો
માત્ર તેલ જ નહીં, હવે સમુદ્રના પેટાળમાં બિછાવેલી ૯૫% ડેટા લાઈનો પર યુદ્ધનું જોખમ જો ફાઈબર કેબલ કપાયા તો બેંકિંગથી લઈને ક્લાઉડ સર્વિસ સુધીની દુનિયા અંધકારમાં ધકેલાઈ જશે

દુબઈ, તા.૧૧: વિશ્વના સૌથી વ્યૂહાત્મક જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અત્યારે યુદ્ધના કાળા વાદળો છવાયા છે. ઈરાન અને પヘમિી દેશો વચ્ચેના વધતા તણાવને કારણે માત્ર ક્રૂડ તેલના ભાવ વધવાની જ બીક નથી, પરંતુ વૈશ્વિક ડિજિટલ અર્થતંત્રના પાયા સમાન અંડર-સી કેબલ્સ પર પણ જોખમ ઊભું થયું છે. દુનિયાનો ૯૫% થી ૯૯% ઇન્ટરનેટ ટ્રાફિક સમુદ્રના તળિયે રહેલા ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ દ્વારા ચાલે છે. જો યુદ્ધ દરમિયાન આ કેબલ્સને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવે, તો સમગ્ર એશિયા અને યુરોપ વચ્ચેનો સંપર્ક સેકન્ડોમાં તૂટી શકે છે, જે આધુનિક યુગનો સૌથી મોટો ડિજિટલ બ્લેકઆઉટ સાબિત થશે.
આ દરિયાઈ માર્ગ ડિજિટલ ચોકપોઈન્ટ બની ગયો છે કારણ કે ગલ્ફ બ્રિજ ઇન્ટરનેશનલ અને ફાલ્કોન જેવા મુખ્ય નેટવર્ક અહીંથી પસાર થાય છે. નિષ્ણાતોના મતે, આ કેબલ્સ અત્યંત સંવેદનશીલ હોય છે; જહાજના એન્કર કે સબમરીન દ્વારા તેને સરળતાથી નુકસાન પહોંચાડી શકાય છે. જો હોર્મુઝમાં કેબલ કાપવાની ઘટના બને, તો ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી ટેક જાયન્ટ્સના ડેટા સેન્ટરો ખોરવાઈ જશે. આના પરિણામે વૈશ્વિક બેંકિંગ વ્યવહારો અટકી શકે છે અને ક્લાઉડ સ્ટોરેજમાં રહેલો ડેટા એક્સેસ કરવો અશકય બની જશે, જેની સીધી અસર લાખો વ્યવસાયો પર પડશે.
ભારત માટે રાહતના સમાચાર એ છે કે એરટેલ જેવી મુખ્ય કંપનીઓ તેમનો ડેટા ટ્રાફિક મોટે ભાગે લાલ સમુદ્ર માર્ગે ચલાવે છે, છતાં ભારતનો ત્રીજા ભાગનો પヘમિ તરફનો ટ્રાફિક હજુ પણ આ સંવેદનશીલ ક્ષેત્ર પર નિર્ભર છે. ભૂતકાળમાં લાલ સમુદ્રમાં કેબલ કપાવવાને કારણે ઇન્ટરનેટની ઝડપમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જો આ વખતે હોર્મુઝમાં સ્થિતિ બગડશે, તો ભારતમાં સંપૂર્ણ શટડાઉન ભલે ના થાય, પરંતુ ઇન્ટરનેટ સ્લો ડાઉન અને કનેક્ટિવિટીની ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ કટોકટી સાબિત કરે છે કે આપણું ડિજિટલ ભવિષ્ય અત્યારે અત્યંત નાજુક દરિયાઈ તાંતણે લટકેલું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
