હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખામૈનીના નિધન બાદ જમ્મુ-કાશ્મીર ખીણમાં અશાંતિથી દિલ્હીમાં આતંકવાદી ગતિવિધિઓની તપાસ પર ગંભીર અસર
NIAએ દિલ્હીની કોર્ટમાં જણાવ્યું છે કે કાશ્મીરમાં ચાલતા વિરોધ પ્રદર્શનો અને તણાવપૂર્ણ માહોલને કારણે આતંકવાદી કાવતરા સાથે જોડાયેલા મહત્વના પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયામાં વિલંબ થયો

નવી દિલ્હી :ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ જમ્મુ-કાશ્મીર ખીણમાં ફાટી નીકળેલી અશાંતિ અને કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને કારણે દિલ્હીમાં આતંકવાદી ગતિવિધિઓની તપાસ પર ગંભીર અસર પડી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દિલ્હીની કોર્ટમાં સત્તાવાર રીતે જણાવ્યું છે કે કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને તણાવપૂર્ણ માહોલને કારણે આતંકવાદી કાવતરા સાથે જોડાયેલા મહત્વના પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે.
તપાસ એજન્સીએ કોર્ટને માહિતગાર કરી હતી કે દિલ્હીમાં આતંકવાદી હુમલાના કાવતરાના આરોપમાં પકડાયેલા શંકાસ્પદ આરોપીઓને પુરાવાઓની ઓળખ (pointing out) માટે ખીણના ચોક્કસ સ્થળોએ લઈ જવા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે અશક્ય છે. ફેબ્રુઆરીના અંતમાં ઈઝરાયેલ-અમેરિકાના હુમલામાં ખામેનેઈના મૃત્યુના સમાચાર બાદ શ્રીનગરના લાલ ચોક સહિત અનેક સંવેદનશીલ વિસ્તારોમાં શિયા સમુદાય દ્વારા ભારે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, જેના કારણે સુરક્ષા દળોએ કલમ 144 લાગુ કરી પ્રતિબંધો લાદવા પડ્યા હતા. NIA મુજબ, આ અસ્થિરતાને લીધે હથિયારો અને વિસ્ફોટકોના છુપા ઠેકાણાઓ સુધી પહોંચવાની કાર્યવાહી અધ્ધરતાલ રહી ગઈ છે.
આ કેસમાં એજન્સીએ અન્ય એક મહત્વના ટેકનિકલ અવરોધનો પણ ઉલ્લેખ કર્યો છે. આરોપીઓના કાશ્મીર સ્થિત મોબાઈલ નંબરના ડુપ્લિકેટ સિમ કાર્ડ્સ ટેલિકોમ સેવા આપતી કંપનીઓ પાસેથી મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા ડેટા અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સનું વિશ્લેષણ અટકી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને કારણે ખામેનેઈના મૃત્યુનો પડઘો ખીણમાં તીવ્રતાથી પડ્યો હતો, જ્યાં ઓમર અબ્દુલ્લા સહિતના નેતાઓએ પણ શાંતિની અપીલ કરી હતી.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, NIA એ પકડાયેલા આરોપીઓ તુફૈલ અહમદ ભટ અને ઝમીર અહમદ અહંગરની પોલીસ કસ્ટડીમાં વધુ 10 દિવસના વધારાની માંગ કરી છે. એજન્સીનું માનવું છે કે વિદેશી હેન્ડલર્સ સાથેના નાણાકીય વ્યવહારો અને મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે આરોપીઓની રૂબરૂ પૂછપરછ અને સ્થળ તપાસ અનિવાર્ય છે. હાલમાં કોર્ટે એજન્સીની રજૂઆતોને ગ્રાહ્ય રાખી વધુ તપાસ માટે સમય આપવા અંગે વિચારણા હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
