News of Thursday, 12th March 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૩૬

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬
જે વ્યક્તિ ધનવાન થવા ઇચ્છશે, તે નિર્ધન રહેશે. જેટલી વધુ ધનવાન થવા ઈચ્છશે. તેટલી જ વધુ નિર્ધન રહેશે.
કારણ કે ધનવાન થવાની તેની અપેક્ષા કયારેય પૂરી નહીં થઈ શકે. જેટલું મેળવશે, તેટલું તેને ઓછું લાગશે.
વ્યક્તિની અપેક્ષાનું પાત્ર તો વિસ્તરતું રહે છે. તે પાત્રમાં જે કંઈ પડે છે, તે લુપ્ત થઈ જાય છે. આ સૂત્રને ધ્યાનમાં રાખજોઃ
તમારી આશા જ નિરાશાની જન્મદાત્રી છે. તમારી આકાંક્ષા જ તમારી વિફળતાનું આધારસૂત્ર છે. તમારી યાચના જ તમારા જીવનનો વિષાદ છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
