હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન દ્વારા આગામી ૨૬ માર્ચના રોજ રામનવમી ઉત્સવની ભવ્ય ઉજવણી: વંદનાબેન સોમૈયાના ભજનનો સુરમય કાર્યક્રમ યોજાશે
બ્રેમ્બર રોડ સ્થિત ધામેચા લોહાણા સેન્ટર ખાતે પ્રશાદી, ભજન, થાળ અને આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવા લોહાણા સમાજના ભાવિકોને હાર્દિક આમંત્રણ

લંડન: લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) દ્વારા આ વર્ષે રામનવમીના પવિત્ર અવસરને ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ગુરુવાર, ૨૬ માર્ચ ૨૦૨૬ ના રોજ હેરૌ ખાતે આવેલા જે.વી. ગોકલ હોલ, ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ (HA2 8AX) ખાતે આ ભવ્ય 'રામનવમી ઉત્સવ' યોજાશે.
સમાચાર વિગતો મુજબ, આ ધાર્મિક મહોત્સવની શરૂઆત સાંજે ૧૮:૦૦ થી ૨૦:૦૦ કલાક દરમિયાન 'પ્રશાદી' થી કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે ૨૦:૦૦ થી ૨૨:૦૦ કલાક સુધી ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ ભજન સંધ્યામાં જાણીતા કલાકાર વંદનાબેન સોમૈયા દ્વારા રામલલ્લાના ગુણગાન અને ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે થાળ અને આરતીનું આયોજન રાખવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમ લોહાણા સમાજના એક હિતેચ્છુ (વેલ-વિશર) દ્વારા ગ્રેટેફુલી સપોર્ટેડ એટલે કે પુરસ્કૃત કરવામાં આવ્યો છે. લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન દ્વારા આ પવિત્ર પ્રસંગે હાજર રહેવા માટે સમાજના તમામ લોકોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક સૂત્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ઇચ્છુક ભાવિકો શ્રીમતી મધુબેન પોપટ (૦૭૫૦૦ ૭૦૧ ૩૧૮) અથવા શ્રીમતી શીતલ બારાઈ (૦૭૪૧૨ ૧૦૧ ૫૦૧) નો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત સંસ્થાની વેબસાઈટ lcnl.org પરથી પણ વધુ વિગતો મેળવી શકાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
