હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
GST ઘટયા બાદ પણ જીવન અને આરોગ્ય વીમાના પ્રીમિયમ ઘટયા
૨૦ હજાર લોકોના સર્વેમાં સામે આવેલી વિગતો : ત્રણ કલાકમાં ક્લેઈમ મંજૂર કરવાના નિયમ સામે કેશલેસના ક્લેઈમ મંજૂર થતા જ નથી : યુવાનો તન્દુરસ્ત હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સના પૈસા અલગથી બચાવે

નવી દિલ્હી તથા.૧૨: કેન્દ્ર સરકારે ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૫ના જીવન વીમા અને આરોગ્ય વીમાના પ્રીમિયમ પર લેવાતા જીએસટીના દર ઘટાડીને શૂન્ય ટકા કરી દેવાનો નિર્ણય લીધો હોવા છતાંય જીએસટીના ઘટાડાનો ધ્યાન પાત્ર લાભ ન મળતો હોવાની હજારો નાગરિકોની ફરિયાદ આવી રહી છે.
આ સંદર્ભમાં વીસ હજાર નાગરિકોના કરવામાં આવેલા સરવેમાં પ્રસ્તુત ફરિયાદો બહાર આવી છે. દેશના ૩૦૧ જિલ્લાઓમાં આ સરવે કરવામાં આવ્યો હતો. પરિણામે આ ફરિયાદો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઈરડાઈને મોકલી દેવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પણ આ વિગતો આપનારાઓમાંથી ૪૩ ટકા એટલે કે અંદાજે ૯૦૦૦ લોકોએ તેમની જીવન વીમા અને આરોગ્ય પોલીસી રિન્યુ કરાવી છે. તેમનું કહેવું છે કે તેમને જીએસટીના ઘટાડાનો ખાસ કોઈ લાભમળ્યો જ નથી. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી-ઇરડાઈ સમક્ષ કરવામાં લેવી ઉચિત ન લાગતી હોવાના ફીડબેક આવી રહ્યા છે. આ જ રીતે કેશલેશના ક્લેઈમ આવવામાં પણ વિલંબ થતો હોવાનું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ત્રણ જ કલાકમાં કેશલેશના ક્લેઈમ મંજૂર કરી દેવાનો નિયમ હોવા છતાંય તેમાં દસ બાર કલાક લાગી જતાં હોવાથી તેમના પર એક દિવસનો વધારાનો ખર્ચ બોજ આવી જતો હેલ્થ ઇન્સ્યોરન્સના પૂરતા લાભ ન મળતા હોવાની ફરિયાદ ધરાવનારા યુવાનો તેમના આરોગ્ય વીમાના પ્રીમિયમ જેટલી રકમ દર વર્ષે આરોગ્ય ખર્ચ પેટે અલગ કાઢીને તેની બચત કરી લે તો ૧૫થી ૨૦ વર્ષે આરોગ્ય વીમાનું કવરેજ લેવાની નોબત આવે તો તેવા સંજોગોમાં પોતાની બચત અને તેના વ્યાજની રકમમાંથી જ વીમાની મળનારી રકમ જેટલો ખર્ચ આસાનીથી કાઢી શકે છે. જોકે વારંવાર બીમાર પડનારાઓએ આ સાહસ કરવું ન જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
