હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 12th March 2026
દિલ્લીના ઉત્તમ નગર વિસ્તારમાં ભીષણ આગ: 400થી વધુ ઝૂંપડા બળીને ખાખ: અફરાતફરી
ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી:ફાયરના લગભગ 23 વાહનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે જોરશોરથી પ્રયાસો

નવી દિલ્હી : દિલ્લીના ઉત્તમ નગર વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદાજે 400થી વધુ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયરના લગભગ 23 વાહનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે જોરશોરથી પ્રયાસો હાથ ધરાયા હતા.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
