<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

અમેરિકામાં ગુજરાતી ડેન્‍ટિસ્‍ટ બંધુઓએ આચર્યું ૩૨ મિલિયન ડોલરનું કૌભાંડ

ભાસ્‍કર સવાણી અને અરુણ સવાણીને મલ્‍ટિ-સ્‍ટેટ રેકેટિયરિંગ કાવતરા અને વિવિધ પ્રકારની છેતરપિંડીના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્‍યા

પેન્‍સિલવેનિયા તા.૧૨:  અમેરિકાના પેન્‍સિલવેનિયામાં રહેતા બે ગુજરાતી મૂળના ભાઈઓ, ભાસ્‍કર સવાણી અને અરુણ સવાણીને મલ્‍ટિ-સ્‍ટેટ રેકેટિયરિગ કાવતરા અને વિવિધ પ્રકારની છેતરપિડીના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્‍યા છે. સવાણી ગ્રુપના માધ્‍યમથી આ ભાઈઓએ મેડિકલ ફ્રોડ સહિતના અનેક કૌભાંડો કરીને કરોડો ડોલરની કમાણી કરી હતી.

ભાસ્‍કર સવાણી ડેન્‍ટલ પ્રેક્‍ટિસનું સંચાલન કરતા હતા જ્‍યારે તેમના ભાઈ અરુણ સવાણી ઓપરેશન સાથે જોડાયેલ નાણાકીય અને રિયલ એસ્‍ટેટનું સંચાલન કરતા હતા. નવાઈની વાત તો એ છે કે, તપાસ એજન્‍સીઓની નજરમાં હોવા છતાં આ બંને ભાઈઓ સોશિયલ મીડિયા પર કાશ પટેલ જેવા ઉચ્‍ચ અધિકારીઓ સાથેના ફોટો શેર કરીને રૂઆબ બતાવતા હતા. વર્ષ ૨૦૨૩માં તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ હતી, જેના અંતર્ગત હવે જુલાઈ ૨૦૨૬માં તેમને સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં ભાસ્‍કરને ૪૨૦ વર્ષ અને અરુણને ૪૧૫ વર્ષની લાંબી જેલની સજા થઈ શકે છે.

H-1B વિઝા કૌભાંડઃ ભારતીયોને નોકરીએ રાખવાના બહાને ખોટી અરજીઓ ફાઈલ કરવી અને તેમની પાસેથી ગેરકાયદેસર ફી વસૂલવી.મેડિકલ ફ્રોડઃ મેડિકેડના કોન્‍ટ્રાક્‍ટ રદ થયા હોવા છતાં અન્‍યના નામે વ્‍યવસાય બતાવીને મેડિકેડ પાસેથી આશરે ડોલર ૩૨ મિલિયન (૩ કરોડ ડોલર)થી વધુની છેતરપિંડી કરવી.આ પણ વાંચો LIVE મિડલ ઈસ્‍ટ યુદ્ધમાં અત્‍યાર સુધી ૧૧૦૦થી વધુ બાળકોના મોત અથવા ઈજાગ્રસ્‍ત : UNICEF

હેલ્‍થકેર ફ્રોડઃ જે ડોક્‍ટરો અમેરિકામાં ન હોય તેમના નામનો ઉપયોગ કરીને ખોટા બિલ બનાવવા અને બિનઅનુભવી લોકો પાસે સારવાર કરાવવી.

મની લોન્‍ડરિગઃ છેતરપિંડીથી મેળવેલા પૈસાને છુપાવવા માટે અનેક બેન્‍ક ખાતાઓ દ્વારા જાટિલ નેટવર્ક ઉભું કરવું.

ટેક્‍સ ચોરીઃ આશરે ઁડોલર ૧.૬ મિલિયનની વ્‍યક્‍તિગત આવક અને કર્મચારીઓના પગાર પર ટેક્‍સ ન ચૂકવવો. આ ઉપરાંત ઘરના ખર્ચાઓ અને બાળકોની કોલેજ ફી પણ બિઝનેસના નામે બતાવી છેતરપિડી કરવી.

ગંભીર બેદરકારીઃ દર્દીઓની જાણકારી કે સંમતિ વિના જ તેમના પર માનવ ઉપયોગ માટે અયોગ્‍ય એવા ડેન્‍ટલ ઈમ્‍પ્‍લાન્‍ટ્‍સનો ઉપયોગ કરવો.

આ કેસમાં તેમની સહયોગી એલેક્‍ઝાન્‍ડ્રા રાડોમિયાકને પણ દોષિત ઠેરવવામાં આવી છે, જેને ૪૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આટલી મોટી સજાની જોગવાઈ અને કૌભાંડની વિગતોએ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં પણ ભારે ચર્ચા જગાવી છે.

(3:08 PM IST)