હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉતરપ્રદેશના નોઇડામાં વિજ મીટર બનાવતી ફેકટરીમાં આગઃ ૩ માળની ઇમારત ધુમાડામાં લપેટાઇ ગઇ
૨૫ જેટલા કર્મચારીઓ દાઝી જતા તાબડતોબ સારવાર માટે ખસેડાયા

નોઇડા, તા. ૧રઃ ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર ૪ વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાઈ હતી. અહીં આવેલી વીજ મીટર બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં સમગ્ર ત્રણ માળની ઇમારત ધુમાડાના ગોટેગોટામાં લપેટાઈ ગઈ હતી.
ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર ૪ વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાઈ હતી. અહીં આવેલી વીજ મીટર બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં સમગ્ર ત્રણ માળની ઇમારત ધુમાડાના ગોટેગોટામાં લપેટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરી રહેલા ૨૬ જેટલા કર્મચારીઓ દાઝી ગયા હોવાના અહેવાલ છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, આગ સેક્ટર ૪ સ્થિત ‘બી-૪૦ કેપિટલ પાવર સિસ્ટમ લિમિટેડ' નામની કંપનીમાં લાગી હતી. આ ફેક્ટરીમાં વીજળી મીટર બનાવવાનું કામકાજ ચાલે છે. સવારે અંદાજે ૫:૩૦ વાગ્યાની આસપાસ, જ્યારે નાઈટ શિફટ ના કર્મચારીઓ અંદર કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના સમયે ફેક્ટરીની અંદર આશરે ૨૪૦ કર્મચારીઓ હાજર હતા. આગ ઝડપથી ફેલાવાને કારણે અંદર ફસાયેલા લોકોમાં ભારે અફરાતફરી અને ગભરાટ ફેલાયો હતો.
આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અત્યારે આગ ઓલવવા માટે ૨૫ થી વધુ ફાયર એન્જિન અને ફાયર ફાઈટરોની ટીમ કાર્યરત છે. ફાયરની ટીમોએ ફેક્ટરીની બારીઓ તોડીને અંદર ફસાયેલા અનેક કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢયા હતા. જોકે, જીવ બચાવવા માટેના આ સંઘર્ષમાં ૨૬ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
માહિતી મળતા જ નોઈડાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માત અંગે સંયુક્ત કમિશનર રાજીવ નારાયણ મિશ્રાએ જણાવ્યું કે, ‘હાલમાં અમારી પ્રાથમિકતા આગને સંપૂર્ણપણે કાબુમાં લેવાની અને ઈજાગ્રસ્તને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર વિભાગ સંયુક્ત રીતે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરશે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શકયતા સેવાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
