હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુધ્ધની સ્થિતી વચ્ચે સાઉદી અરેબિયાથી કાચુ તેલ લઇને નીકળેલુ ટેન્કર મુંબઇ પહોંચ્યુ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરીને ભારત પહોંચનારૂ આ પ્રથમ મોટુ શિપમેન્ટ

મુંબઇ, તા.૧૨: મધ્યપૂર્વ (મિડિલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભારે તણાવ અને ખાડી યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત માટે એક રાહત અને ગૌરવના સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરેબિયાથી કાચું તેલ લઈને નીકળેલું એક વિશાળ ટેન્કર તમામ અવરોધો અને જોખમોને પાર કરીને સુરક્ષિત રીતે મુંબઈ બંદરે પહોંચી ગયું છે. યુદ્ધ પ્રભાવિત અને અત્યંત સંવેદનશીલ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) ને પાર કરીને ભારત પહોંચનારૂ આ તાજેતરનું પ્રથમ મોટું શિપમેન્ટ માનવામાં આવે છે.
લાઈબેરિયાનો ધ્વજ ધરાવતું ‘Shenlong Suezmax’ નામનું ઓઈલ ટેન્કર આશરે ૧,૩૫,૩૩૫ મેટ્રિક ટન કાચું તેલ લઈને મુંબઈ પહોંચ્યું છે. એથેન્સ સ્થિત ડાયનાકોમ ટેન્કર્સ મેનેજમેન્ટ દ્વારા સંચાલિત આ જહાજે મધ્યપૂર્વના અશાંત દરિયાઈ વિસ્તારમાં પોતાની કુશળતા સાબિત કરી છે. ખાડી દેશોમાં વધતા તણાવને કારણે આ વિસ્તારમાં જહાજો પર હુમલાનું જોખમ રહેલું હોય છે, તેમ છતાં આ ટેન્કર ભારત સુધી પહોંચવામાં સફળ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષાના કારણોસર આ જહાજે સૌથી ખતરનાક દરિયાઈ પટ્ટીમાંથી પસાર થતી વખતે પોતાની AIS (ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ) ટ્રેકિંગ સિસ્ટમ અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી. આમ કરવા પાછળનો હેતુ દુશ્મન દેશો કે સંગઠનોથી જહાજનું ચોક્કસ લોકેશન છુપાવવાનો હતો. ૯ માર્ચના રોજ આ જહાજ ફરી ટ્રેકિંગ સિસ્ટમ પર દેખાયું અને ૧૧ે માર્ચના રોજ મુંબઈના દરિયાકાંઠે લાંગર્યું હતું.
મુંબઈ પહોંચ્યા બાદ, આ ટેન્કર પૂર્વ મુંબઈના માહુલ વિસ્તારમાં આવેલી રિફાઈનરીઓને કાચા તેલનો પુરવઠો પૂરો પાડશે. ભારતની ઉર્જા જરૂરિયાતો માટે આ શિપમેન્ટ અત્યંત મહત્વનું છે. મધ્યપૂર્વમાં ગમે ત્યારે સ્થિતિ વણસી શકે છે, તેવા સમયે આટલા મોટા જથ્થામાં તેલનું સુરક્ષિત આગમન દેશમાં ઈંધણ સંકટની ચિંતાઓને ઓછી કરવામાં મદદરૂપ સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
