<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

જમ્‍મુ-કાશ્‍મીરમાં એનઆઇએના દરોડાઃ હથીયારો-ગ્રેનેડ જપ્ત

આરોપીઓનું પાકિસ્‍તાન સ્‍થિત એક હેન્‍ડલર કનેકશન હોવાનુ ખુલતા તપાસનો ધમધમાટ

જમ્‍મુ, તા., ૧રઃ પૂંછ આતંકવાદી ષડયંત્ર કેસના સંદર્ભમાં NIAએ જમ્‍મુ અને કાશ્‍મીરના અનેક વિસ્‍તારોમાં દરોડા પાડ્‍યા છે. ૨૦૨૪માં, ૨ આરોપીઓ પાસેથી પિસ્‍તોલ અને ગ્રેનેડ મળી આવ્‍યા હતા, જ્‍યારે તપાસમાં એક પાકિસ્‍તાની હેન્‍ડલર સાથે કનેક્‍શન હોવાનું પણ બહાર આવ્‍યું હતું.

જમ્‍મુ અને કાશ્‍મીરના પૂંછ જિલ્લામાં અનેક સ્‍થળોએ NIA એ  દરોડા પાડ્‍યા હતા, જે આતંકવાદી કાવતરા સાથે જોડાયેલા હતા. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે આ દરોડા આતંકવાદી કાવતરાની તપાસનો એક ભાગ હતો, જેમાં ૨૦૨૪ માં બે વ્‍યક્‍તિઓ પાસેથી શષાો અને દારૂગોળો મળી આવતા ભારે હોબાળો મચી ગયો હતો. એજન્‍સી સમગ્ર નેટવર્ક અને તેની પાછળના લોકોની ભૂમિકાનો પર્દાફાશ કરવા માટે કામ કરી રહી છે.

NIA ટીમોએ પૂંછ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ખાસ કરીને મોહલ્લા ખોરીનાર અને હરી-સુરનકોટ વિસ્‍તારોમાં દરોડા પાડવામાં આવ્‍યા હતા. આ સ્‍થળોએ શંકાસ્‍પદ પ્રવળત્તિઓ અને આતંકવાદી સંબંધોની તપાસ કરવા માટે ઘણા ઘરો અને સ્‍થળોની તપાસ કરવામાં આવી હતી. એજન્‍સીનો ધ્‍યેય કેસમાં સંડોવાયેલા સંભવિત નેટવર્ક અને સહયોગીઓને શોધી કાઢવાનો હતો. આ કાર્યવાહી ૨૦૨૪માં સરહદી જિલ્લામાં પૂંછમાં બે વ્‍યક્‍તિઓ પાસેથી શષાો અને વિસ્‍ફોટકો મળી આવ્‍યા હતા તે કેસ સાથે સંબંધિત છે. સુરક્ષા એજન્‍સીઓએ તે સમયે એક પિસ્‍તોલ અને બે ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આ જપ્તી બાદ, તપાસ એજન્‍સીઓને શંકા હતી કે આ કાવતરા પાછળ કોઈ મોટું આતંકવાદી નેટવર્ક હોઈ શકે છે. તેના આધારે, NIA એ તપાસ હાથ ધરી હતી.

તપાસ એજન્‍સીના જણાવ્‍યા અનુસાર, આરોપીઓ પાકિસ્‍તાન સ્‍થિત એક હેન્‍ડલર સાથે જોડાયેલા હતા. તપાસમાં જાણવા મળ્‍યું કે આ નેટવર્કનો ઉપયોગ શષાો સપ્‍લાય કરવા અને આતંકવાદી પ્રવળત્તિઓ કરવા માટે કરવામાં આવતો હતો. આ સંદર્ભમાં, એજન્‍સી સતત શંકાસ્‍પદ સ્‍થળોની ઓળખ કરી રહી છે અને દરોડા પાડી રહી છે.

તપાસ એજન્‍સીએ આ કેસમાં ૨ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. જેમાં અબ્‍દુલ અઝીઝ અને મુનાવર હુસૈનનો સમાવેશ થાય છે. તેમની સાથે, પાકિસ્‍તાનમાં રહેતા તેમના કથિત હેન્‍ડલર નઝીર હુસૈનનું પણ આરોપી તરીકે નામ આપવામાં આવ્‍યું છે. અહેવાલો અનુસાર, NIA એ ગયા વર્ષે એપ્રિલમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને હવે આ કાવતરામાં સામેલ અન્‍ય સંભવિત આરોપીઓ અને નેટવર્કની શોધ કરી રહી છે

(3:34 PM IST)