News of Thursday, 12th March 2026
જામીન મળ્યા છે હેલ્થ માટે, પણ અયોધ્યા પહોંચ્યા આસારામ

અયોધ્યા તા.૧૨: સ્વયંઘોષિત ધર્મગુરુ અને બળાત્કારના દોષી આસારામ હાલમાં તબીબી કારણોસર વચગાળાના જામીન પર જેલમાંથી બહાર છે અને તેમણે બુધવારે ૧૦ માર્ચે સવારે અયોધ્યાની મુલાકાત લીધી હતી. બળાત્કારના કેસમાં તેમને ૨૦૨૩માં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
આસારામે અયોધ્યાના રોકાણ દરમ્યાન સરયૂ નદીના કિનારે યોજાયેલી આરતીમાં ભાગ લીધો હતો અને રામનગરીનાં મુખ્ય મંદિરોમાં દર્શન અને પૂજા કર્યાં હતાં.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
