હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદના ચોકમાં ચૂલો સળગ્યો: રાહુલ ગાંધીએ ચા-ટોસ્ટ ખાઈને ગેસ કટોકટી સામે નોંધાવ્યો અનોખો વિરોધ :તસ્વીરોમાં જુઓ દેશની હાલત
ઈરાન-અમેરિકા યુદ્ધની આગ ભારતીય રસોડા સુધી પહોંચતા દેશભરમાં હાહાકાર: દિલ્હીમાં સાંસદોએ રસ્તા પર નાસ્તો કર્યો તો અમદાવાદથી પટના સુધી ગેસ એજન્સીઓ પર સિલિન્ડર માટે સવારથી લાંબી કતારો અને મારામારીના દ્રશ્યો

નવી દિલ્હી: દેશમાં સર્જાયેલી ભયાનક LPG કટોકટી હવે માત્ર રસોડા પૂરતી સીમિત નથી રહી, પરંતુ દેશના રાજકારણના કેન્દ્ર સમાન સંસદ ભવન સુધી પહોંચી ગઈ છે. ગુરુવારે બજેટ સત્ર દરમિયાન લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક અત્યંત પ્રતીકાત્મક અને ધારદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંસદ સંકુલના મકરદ્વાર પાસે રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદોએ સ્ટવ પર ચા બનાવી અને રસ્તા પર બેસીને ચા-ટોસ્ટનો નાસ્તો કર્યો. આ અનોખા વિરોધ દ્વારા તેમણે સંદેશ આપ્યો કે જો સરકાર ગેસની અછત નહીં ઉકેલે, તો સામાન્ય માણસને ફરી જૂના જમાનાની જેમ લાકડા કે કોલસા પર નિર્ભર રહેવું પડશે.
આ કટોકટીની અસર રજૂ કરતી ૧૦ હૃદયસ્પર્શી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અમદાવાદ અને ભોપાલની ગેસ એજન્સીઓ બહાર સવારના ૪ વાગ્યાથી મહિલાઓ અને વૃદ્ધો ખાલી સિલિન્ડર લઈને લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. પટનામાં તો સ્થિતિ એટલી વણસી હતી કે ગેસ સિલિન્ડરના ટ્રક આવતા જ લોકો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ, કોલકાતા જેવા શહેરોમાં ગેસ ન મળવાને કારણે ઢાબા માલિકોએ મજબૂરીમાં કોલસાના ચૂલા સળગાવ્યા છે. ઈરાન-અમેરિકા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા જે ગેસ સપ્લાય ખોરવાયો છે, તેની સીધી અસર હવે સામાન્ય માણસના ખિસ્સા અને થાળી પર પડી રહી છે.
કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ આ મુદ્દે સરકારને ઘેરતા કહ્યું છે કે મધ્ય પૂર્વના યુદ્ધનું બહાનું કાઢીને સરકાર સંગ્રહખોરી રોકવામાં નિષ્ફળ રહી છે. નાગપુરમાં જિલ્લા કલેક્ટર કચેરીની બહાર પણ કોંગ્રેસ કાર્યકરોએ ગેસના બાટલા પર હાર ચડાવીને અનોખી 'અંતિમ યાત્રા' કાઢી હતી. જ્યારે દેશભરના મોટા શહેરોમાં લોકો સિલિન્ડર રિફિલ કરાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીનો આ 'ચા-ટોસ્ટ' વિરોધ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જનતામાં વધતા રોષને જોતા સરકાર પર હવે પુરવઠો સામાન્ય કરવા માટે ભારે દબાણ વધી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
