હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કિંમતી ધાતુમાં સામસામા રાહ : ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો: સોનાના ભાવમાં થોડી પીછેહટ
ચાંદી રૂપિયા1,500 વધી રૂપિયા 2,76,500 પ્રતિ કીલો પહોંચી ગયા: સોનાનો ભાવ રૂપિયા 400 ઘટીને રૂપિયા 1,65,200 પ્રતિ 10 ગ્રામ થયો.

મુંબઈ :મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે જ્વેલરી માર્કેટમાં ગુરુવારે ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. જ્યારે સોનામાં ઘટાડો જોવા મળ્યો છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બજારમાં ચાંદી રૂપિયા1,500 વધી રૂપિયા 2,76,500 પ્રતિ કીલો પહોંચી ગયા છે.
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ચાંદીના ભાવમાં 0.54% વધારો થયો છે. બુધવારે ચાંદીના ભાવ રૂપિયા 4,275 ઘટીને રૂપિયા 275,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. જોકે બીજા દિવસે બજારમાં ખરીદી વધવાને કારણે ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો.
બીજી તરફ સોનાના ભાવમાં ઘટાડો થયો, 99.9% શુદ્ધતા વાળા સોનાનો ભાવ રૂપિયા 400 ઘટીને રૂપિયા 1,65,200 પ્રતિ 10 ગ્રામ થયો.
વિશ્લેષકો કહે છે કે રોકાણકારો હાલમાં ભૂ-રાજકીય ઘટનાઓ અને યુએસ આર્થિક સંકેતો પર નજર રાખી રહ્યા છે.બે કિંમતી ધાતુઓના ભાવ અલગ અલગ દિશામાં ગયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં પણ વધારો થયો. હાજર ચાંદી 1.25 ડોલર વધીને 86.99 ડોલર પ્રતિ ઔંસ થઈ છે. આ દરમિયાન સોનાનો ભાવ થોડો વધીને 5,178.45 ડોલર પ્રતિ ઔંસ થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
