હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખાડી દેશોમાં તણાવ વચ્ચે 3 ભારતીય નાવિકોના મોત હજુ પણ એક લાપતા: નૌકાદળ સાથે મળી તપાસ શરૂ
ઓમાનના દરિયાકાંઠે માર્શલ આઇલેન્ડ અને પાલાઉના ધ્વજવાળા જહાજો પર થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓએ દરિયાઈ ક્ષેત્રમાં ભયનો માહોલ પેદા કર્યો

નવી દિલ્હી :પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ગલ્ફના દરિયાઈ વિસ્તારોમાં ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પર્સિયન ગલ્ફ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલી વિવિધ દરિયાઈ ઘટનાઓમાં 3 ભારતીય નાવિકોના મોત થયા છે, જ્યારે એક હજુ પણ લાપતા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ ગુરુવારે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી હતી. આ તમામ જહાજો વિદેશી ધ્વજ હેઠળના હતા, જેમાં કુલ 78 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી 70 લોકો સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે, જ્યારે 4 ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સત્તાવાર વિગતો મુજબ, પર્સિયન ગલ્ફ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં ભૂ-રાજકીય તણાવને કારણે વ્યાપારી જહાજો પર જોખમ વધ્યું છે. શિપિંગ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રદેશમાં અત્યારે પણ 28 ભારતીય ધ્વજ ધરાવતા જહાજો હાજર છે, જેમના પર 778 ભારતીય નાવિકો ફરજ બજાવી રહ્યા છે. આ તમામને ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા 24 કલાક મોનિટર કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા એક 'ક્વિક રિસ્પોન્સ ટીમ' (QRT) પણ બનાવવામાં આવી છે, જે ભારતીય નૌકાદળ અને વિદેશ મંત્રાલય સાથે મળીને સતત સંપર્ક જાળવી રહી છે. ખાસ કરીને ઓમાનના દરિયાકાંઠે માર્શલ આઇલેન્ડ અને પાલાઉના ધ્વજવાળા જહાજો પર થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓએ દરિયાઈ ક્ષેત્રમાં ભયનો માહોલ પેદા કર્યો છે.
આ ઘટનાઓ 28 ફેબ્રુઆરીએ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના નિધન બાદ ઉભી થયેલી સૈન્ય અસ્થિરતાનું પરિણામ હોવાનું માનવામાં આવે છે. પશ્ચિમ એશિયાના આ યુદ્ધ જેવી સ્થિતિમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવવામાં આવતા વૈશ્વિક એનર્જી સપ્લાય અને શિપિંગ રૂટ પર માઠી અસર પડી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને પ્રદેશના વિવિધ દેશો સાથે સતત વાતચીત કરી રહ્યા છે. શિપિંગ કંપનીઓને પણ એડવાઈઝરી જારી કરીને વધારાની તકેદારી રાખવા અને સુરક્ષાના તમામ પ્રોટોકોલ્સનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી જાનહાનિ ટાળી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
