<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

એઆઈની અસરઃ એટલાસિઅને ૧,૬૦૦ કર્મચારીઓની છટણી કરી

વિશ્વપ્રસિદ્ધ સોફટવેર કંપનીનો નિર્ણય : ૧૦ ટકા સ્‍ટાફ ઘટાડી કંપની એઆઈનો ઉપયોગ વધારશે અમેરિકા, ઓસ્‍ટ્રેલિયા અને ભારતમાં અસર થશે

સિડની, તા.૧૩: વિશ્વપ્રસિદ્ધ સોફટવેર કંપની એટલાસિઅને આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ અને એન્‍ટરપ્રાઇઝ સેલ્‍સ પર વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરવા માટે પોતાના વૈશ્વિક વર્કફોર્સમાંથી લગભગ ૧,૬૦૦ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. આ સંખ્‍યા  કંપનીના કુલ કર્મચારીઓના લગભગ ૧૦ ટકા જેટલી થાય છે.

કંપનીએ જણાવ્‍યું છે કે આ નિર્ણય એઆઈ યુગમાં કામ કરવાની પદ્ધતિમાં આવી રહેલા મોટા ફેરફારોને ધ્‍યાનમાં રાખીને લેવામાં આવ્‍યો છે. કંપનીના સીઈઓ અને સહ-સ્‍થાપક માઈક કેનન-બ્રુક્‍સે કર્મચારીઓને મોકલેલા સંદેશમાં કહ્યું કે કંપની હવે એઆઈ યુગમાં ટીમવર્કના ભવિષ્‍ય માટે પોતાના સંસાધનો નવેસરથી ગોઠવી રહી છે. છટણીની  સૌથી વધુ અસર ઉત્તર અમેરિકામાં થશે, જ્‍યાં કુલ અસરગ્રસ્‍ત કર્મચારીઓમાંથી લગભગ ૪૦ ટકા છે. ત્‍યારબાદ  ઓસ્‍ટ્રેલિયા (૩૦ ટકા) અને ભારત (૧૬ ટકા)માં અસર જોવા મળશે. એટલાસિઅન વિશ્વભરમાં ટીમ મેનેજમેન્‍ટ અને સોફટવેર ડેવલપમેન્‍ટ માટે ઉપયોગમાં લેવાતા ટૂલ્‍સ બનાવે છે. તેના લોકપ્રિય પ્રોડક્‍ટ્‍સમાં જિરા અને કોન્‍ફલુઅન્‍સનો સમાવેશ થાય  છે. જેનો ઉપયોગ વિશ્વભરની ટોપ કંપનીઓ પ્રોજેક્‍ટ મેનેજમેન્‍ટ અને ટીમ  વર્ક માટે કરે છે.

 

(10:08 AM IST)