<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ઈન્‍કમટેક્‍સના બે ફોર્મ રદ કરીને હવે એકમાં જ વિગતો રજૂ કરવાની રહેશે

15G-H રદ કરીને નવા ફોર્મ ૧૨૧માં વિગતો આપવાની રહેશે : વ્‍યાજની કપાત નહીં થાય તે માટે ભરવામાં આવતા અલગ અલગ ફોર્મ

મુંબઈ,તા.૧૩: બેંકમાં મૂકવામાં આવેલા એફડી પર વ્‍યાજ બેંક ખાતામાં જમા કરવામાં આવતું હોય છે. તેમાં દર વખતે બે ટકા લેખે ટીડીએસ કાપી લેવાનો નિયમ બનાવવામાં આવ્‍યો છે. પરંતુ જે કરદાતા દ્વારા આઇટી રિટર્ન ભરવામાં આવે તે પૈકી કેટલાક કરદાતાઓ આઈટી રિટર્ન ભરતા નહી હોય તેવા કિસ્‍સામાં સિનિયર સિટીઝને ૧૫ એચ અને તે સિવાય અન્‍ય વ્‍યક્‍તિએ ૧૫જી ફોર્મ ભરવાનું હોય છે. જોકે અલગ અલગ ફોર્મ ભરવાના બદલે ઇન્‍કમટેક્‍સ વિભાગે હવેથી એક જ ફોર્મ નંબર ૧૨૧માં જ તેને લગતી વિગતો રજૂ કરવાની રહેશે. આ માટેનો નિયમ આગામી એક એપ્રિલથી લાગુ કરવામાં આવનાર છે.

એક એપ્રિલથી ઇન્‍કમટેક્‍સમાં ધરખમ ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. તેના માટે કેટલાક ફોર્મમાં પણ સુધારા કરવામાં આવનાર છે. તે માટેની જાહેરાત છ મહિના પહેલા જ કરી દેવામાં આવી હતી. જોકે હવે તેને લગતા ફોર્મ બહાર પાડવામાં આવી રહ્યા છે. તેમાં ૧૫જી અને ૧૫ એચ ફોર્મ રદ કરીને ફોર્મ નંબર ૧૨૧માં વિગતો આપવાની રહેશે. આ ફોર્મમાં કરદાતાની વિગતો જેવી કે નામ, સરનામું, પાનકાર્ડ નંબર, ઈ મેઇલ, મોબાઈલ નંબર સહિતની વિગતો રજૂ કરવાની રહેશે. સાથે સાથે સિનિયર સિટીઝન હોય તો તે પણ દર્શાવવાનું રહેશે. બેમાંથી એક ફોર્મ લાવવા માટેનું કારણ એવું પણ છે કે કરદાતાઓએ અલગ અલગ ફોર્મ ભરવામાંથી છુટકારો મળશે. જ્‍યારે ટીડીએસ રિફંડ મેળવવા માટેની પળોજણમાંથી પણ મુક્‍તિ મળવાની શક્‍યતા રહેલી છે. આ અંગે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ નારાયણ શર્માએ જણાવ્‍યું હતું કે કરદાતાએ ફોર્મ ૧૨૧ ભરવામાં આવ્‍યા બાદ જેટલી પણ બેંકમાં એફડી હોય તે તમામ બેંકમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે. ત્‍યારબાદ જ બેંક દ્વારા એફડીના વ્‍યાજ પર ટીડીએસની કપાત કરશે નહીં. જોકે કરદાતાએ આ કાર્યવાહી નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા જ કરી લેવાની રહેશે.

(10:08 AM IST)