News of Friday, 13th March 2026
ઈ-વે બિલ નોટિસનો જવાબ નહીં આપ્યો તો સીધી વસૂલાતની કાર્યવાહીની ચીમકી
વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માટે ઈ-વે બિલની નોટિસથી કચવાટ : મુદત વિત્યા બાદ પણ વસૂલાતની કાર્યવાહીથી ઈન્સ્પેક્ટર રાજનો અનુભવ

મુંબઈ,તા.૧૩: જીએસટી સ્કૂટિનીમાં ત્રણ વર્ષ જૂના કેસ ખોલવામાં નહીં આવે તેવો નિયમ લાગુ કરવામાં આવ્યા બાદ પણ આઠ વર્ષ જૂના કેસ હવે ખોલીને વેપારીઓને નોટિસ આપવામાં આવી રહી છે. જોકે વેપારી દ્વારા તેમાં જવાબ રજૂ કરવામાં નહીં આવે તો સીધી વસૂલાત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હકીકતમાં ત્રણ વર્ષ જૂના કેસમાં નોટિસ જ આપી શકાય તેમ નહીં હોવા છતાં જીએસટીના અધિકારીઓએ કાર્યવાહી કરતા વેપારીઓને પહેલાની માફક ફરી ઇન્સ્પેકટર રાજનો અનુભવ થઈ રહ્યો છે.
વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯ના એટલે કે જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદના દોઢ વર્ષના સમયગાળામાં ઈ-વે બિલ બનાવવામાં કરવામાં આવેલી ભૂલને કારણે જીએસટી વિભાગે આવક ગુમાવવી પડી હોય તેવા કિસ્સામાં છેલ્લા એક મહિનાથી વેપારીઓને નોટિસ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે જીએસટીના નિયમ પ્રમાણે વેપારીઓને આપવામાં આવેલી નોટિસ ધરાર ગેરકાયદે હોવા છતાં અધિકારીઓ દ્વારા વેપારીઓને રંજાડવા માટે ધમકી પણ આપી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે, કારણ કે વેપારીને નોટિસ મળ્યા બાદ અધિકારીને મળવા જાય એટલે આટલા રૂપિયા ભરી દો નહિતર તમારું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે. તમારે જીએસટી નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવશે તે સહિતની આડકતરી ધમકી આપવામાં આવી રહી છે. તેના કારણે ગભરાઈને વેપારી તમામ રકમ ભરપાઈ કરી દેતો હોય છે. જોકે ત્રણ વર્ષ જૂના કેસ ખોલવાનો નિયમ નહીં હોવા છતાં જીએસટીની આવક વધારવા માટે અધિકારીઓ દ્વારા હાલ તો આવા ગતકડાં શરૂ કરવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. અધિકારીઓ દ્વારા આ રીતે વેપારીઓ સાથે કરવામાં આવતા વર્તનને કારણે ફરીથી ઇન્સ્પેક્ટર રાજ આવી ગયા હોવાનો પણ ગણગણાટ વેપારીઓમાં જ થઇ રહ્યો છે. જેથી આગામી દિવસોમાં આ મુદ્દે ભડકો થવાની પણ શક્યતા નકારી.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
