<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

કમર્શિયલ સિલિન્‍ડરનું રિફિલિંગ બંધઃ ઘરેલુ સિલિન્‍ડરના કાળાબજારમાં ૪૫૦૦નો ભાવ

ઘરેલુ LPG ગેસ સિલિન્‍ડરની કાળાબજારીનો વેપલો ધમધોકાર, તંત્ર હરકતમાં : પુરવઠા વિભાગે ગેસ એજન્‍સીઓ પાસેથી ઘરેલુ ગેસ સિલિન્‍ડરની માંગ સંદર્ભનો ડેટો મેળવ્‍યો

મુંબઈ,તા.૧૩: અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્‍ચે ફાટી નીકળેલા યુદ્ધના કારણે ભરતમાં ગેસના પુરવઠામાં સર્જાયેલી ભારે અછતને પગલે તંત્ર દ્વારા કમર્શિયલ સિલિન્‍ડરનું રિફિલિગ તાત્‍કાલિક અસરથી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને કારણે હોટલ-રેસ્‍ટોરન્‍ટ અને આધોગિક અંકમાંમાં ચિતાનાં વાદળો છવાયા છે. આ સાથે જ કેટરિગ, વિદ્યાર્થીઓ અને કંપનીઓના કર્મચારીઓને મેસ પણ બંધ થવાને આરે છે. ઘરેલુ ગેસ સિલિન્‍ડરનો પુરવઠો ખોરવાઈ નહીં તેથી કમર્શિયલ સિલિન્‍ડરનું રિફિલિગ બંધ કરવા નિર્ણય લેવાયો છે. જોકે. બીજી તરફ LPG સિલિન્‍ડર ધારકો પૈકી કેટલાક તકસાધુઓ ૧૪ કિલીના ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કાળાબજારી કરી રહ્યા છે. જરૂરિયાતમંદોને થરેલુ ગેસ સિલિન્‍ડર ૪૦૦૦થી ૪૫૦૦ રૂપિયામાં વેચી તકનો લાભ ઊઠાવી રહ્યા છે. આવા તકસાધુઓને કારણે ગેસ એજન્‍સીના સંચાલકો પણ પરેશાન થઈ ગયા છે. ત્‍યારે ઘરેલુ ગેસ સિલિન્‍ડર ધારકો જરૂરિયાત વગર પેનિક બુકિંગ કરવા દોડાદોડી નહીં કરે તેવી તંત્રએ અપીલ કરી છે. બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા દરરોજ ઘરેલુ LPG સિલિન્‍ડરની માંગણીનો ડિટેઈલ રિપોર્ટ મેળવવામાં આવી રહ્યો છે. તેમજ એજન્‍સીઓ પર ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે.

ઓઈલ કંપનીઓએ પેટ્રોલપંપ માલિકોને ક્રેડિટ આપવાનું બંધ કરી દીધું

હાલ તો ભારતમાં પેટ્રોલ-ડિઝલની કોઈ જ કટોકટી નછી. પરંતુ પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણની કાળાબજારી નહીં થાય તેવા ઉપર પણ તંત્રની ચાપતી નજર છે. જોકે, વીતેલા કેટલાક દિવસોથી ઓઈલ કંપનીઓએ સુરત શહેર અને જિલ્‍લાના પેટ્રોલપંપ ધારકોને ઇંધણની ખરીદીમાં મળતી ક્રેડિટ બંધ કરી દેવામાં આવી છે. હવે પેટ્રોલપંપ માલિકોએ ઇંધણની ડિલિવરી પહેલા ૧૦૦ ટકા પેમેન્‍ટ એડવાન્‍સમાં કરવું પડી રહ્યું છે. જોકે, એડવાન્‍સ પેમેન્‍ટ ચૂકવવા પર પેટ્રોલપંપોને જોઈએ તેટલો જથ્‍થો છૂટથી આપવામાં આવી રહ્યો છે. જથ્‍થાની ફાળવણીમાં કોઈ જ કાપ મૂકવામાં આવ્‍યો નથી. આ સાથે જ સવારે ૧૦થી સાંજે ૫ વાગ્‍યા સુધી જ ઇંધણનો જથ્‍થો આપવામાં આવી રહ્યો છે.

નાની બોટલોમાં ગેરકાયદે ગેસ ટ્રાન્‍સફરનું વધતું દૂષણ

અછતનો લાભ ઉઠાવીને શ્રમિક વિસ્‍તારોમાં ગંભીર જોખમ ખેડવામાં આવી રહ્યું છે. મોટા સિલિન્‍ડરમાંથી નાના ૨-૩ કિલોના સ્‍ટવવાળા સિલિન્‍ડરમાં જોખમી રીતે ગેસ ટ્રાન્‍સફર કરવાનું ભોપાળું ચાલી રહ્યું છે. ભરચક વિસ્‍તારોમાં ખુલ્‍લેઆમ ગેસ ટ્રાન્‍સફર કરવાનો વેપલો મોટી હોનારતને આમંત્રણ આપી રહ્યો છે.

(10:09 AM IST)