<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

શિવમ દુબેએ ખરીદ્યું ૨૭.૫૦ કરોડનું ઘરઃ કપિલ શર્મા-મિકા સિંહનો બનશે પડોશી

ટી૨૦ વર્લ્‍ડ કપમાં ધૂંઆધાર બેટિંગ કરનાર શિવમે ૧૭માં અને ૧૮માં માળે બે ફલેટ ખરીદ્યા છે, જેની કિંમત આશરે ૨૭.૫૦ કરોડ રૂપિયા છે

મુંબઈ,તા.૧૩: હાલમાં જ પૂર્ણ થયેલા ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬માં ધૂમ મચાવનાર શિવમ દુબે ટ્રેનમાં મુસાફરીને લઈને ભારે ચર્ચામાં હતો. અમદાવાદથી મુંબઈ આવવા માટે શિવમે ટ્રેનથી મુસાફરી કરી હતી. મુંબઈ આવતાની સાથે જ શિવમ હવે પોતાના નવા ઘરને લઈને ચર્ચામાં આવ્‍યો છે. જો કે, શિવમ દુબેએ પોતાનું આ નવું ઘર ગત વર્ષે જૂનમાં ખરીદ્યું હતું, પરંતુ સ્‍ક્‍વેરયાર્ડ્‍સ પ્રોપર્ટી ડોક્‍યુમેન્‍ટ રિવ્‍યૂ બાદ નવા ઘરની વાત સામે આવી છે.

શિવમ દુબેનું આ ઘર ઓશિવારાના ડીએલએચ એન્‍ક્‍લેવમાં છે. શિવમે ૧૭માં અને ૧૮માં માળે બે ફલેટ ખરીદ્યા છે, જેની કિંમત આશરે ૨૭.૫૦ કરોડ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર બંને એપાર્ટમેન્‍ટનું ક્ષેત્રફળ ૪૨૦૦ વર્ગ ફૂટ છે, અને બાલ્‍કની ૩૮૦૦ વર્ગ ફૂટની છે. શિવમ દુબેના આ નવા ઘરમાંથી શાનદાર વ્‍યૂ પણ જોવા મળે છે. ઇમારત પરથી મેન્‍ગ્રોવ અને ખાડીનું સુંદર દ્રશ્‍ય જોવા મળે છે.

જણાવી દઈએ કે, શિવમ દુબેએ જે બિલ્‍ડિંગમાં પોતાનું નવું એપાર્ટમેન્‍ટ લીધું છે, તેમાં જ જાણીતા કોમેડિયન કપિલ શર્માનું પણ ઘર છે. આ બિલ્‍ડિંગમાં સિગર મિકા સિહ પણ રહે છે. આ ઉપરાંત દિવંગત એક્‍ટર ઇરફાન ખાનનું ઘર પણ આ બિલ્‍ડિંગમાં જ આવેલું છે. આમ શિવમ દુબે હવે બોલિવૂડ સ્‍ટાર્સનો પડોશી બની ગયો છે.

જો શિવમ દુબેના ટી૨૦ વર્લ્‍ડ કપમાં પ્રદર્શનની વાત કરીએ તો તે શાનદાર લયમાં જોવા મળ્‍યો. આખી ટુર્નામેન્‍ટમાં શિવમે પોતાની ધૂંઆધાર બેટિગથી ટીમ ઇન્‍ડિયા માટે એક્‍સ ફેક્‍ટરનું કામ કર્યું. ફાઇનલ મેચમાં શિવમે છેલ્‍લી ઓવરમાં તોફાની બેટિગ કરી ટીમ ઇન્‍ડિયાની જીતમાં મહત્‍વની ભૂમિકા ભજવી. બેટિગ સિવાય શિવમ દુબેએ બોલિગમાં પણ સારું કામ કર્યું. જો કે, શિવમ દુબેએ પોતાની બેટિંગથી લોકોને વધુ પ્રભાવી કર્યા હતા.

(10:11 AM IST)