તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
News of Friday, 13th March 2026
એરફોર્સના ઓફિસરે નકલ પુશઅપ્સ કરીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યુ

સોશ્યલ મીડિયામાં એક વિડિયો-ક્લિપ ખૂબ ફરી રહી છે. એમાં ઍરફોર્સની તાલીમ લઈ રહેલા સ્ટુડન્ટ્સ તેમના જ કોઈ સાથીની પ્રાઇવેટ મોમેન્ટને ચિયર કરી રહ્યા છે. એક ઍરફોર્સ ઑફિસર તેની સાડી પહેરીને ઊભેલી ગર્લફ્રેન્ડની ચારે તરફ નકલ પુશ-અપ્સ લગાવીને આખું સર્કલ પૂરું કરે છે. નકલ પુશ-અપ્સ એટલે મુઠ્ઠી બંધ કરીને એના પર અપર બોડીને બેલેન્સ કરીને પુશ-અપ્સ કરવા. ઍરફોર્સની આખી સ્ક્વોડની સામે બોયફ્રેન્ડ ફિઝિકલ સ્ટ્રેન્ગ્થ બતાવીને પછી રિંગ કાઢીને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરે તો કઈ છોકરી ના પાડી શકે?
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
