હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકા ફરી ભારત સહિત સોળ દેશો ઉપર ટેરિફ લાદવાની તૈયારીમાં : સુપ્રીમ કોર્ટના ઝટકા બાદ ટ્રમ્પ પ્રશાસને નવી હિલચાલ શરૂ કરી
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) જેમિસન ગ્રીરે ‘ટ્રેડ એક્ટ ઓફ ૧૯૭૪' ના ‘સેક્શન ૩૦૧' હેઠળ ભારત, ચીન, જાપાન અને યુરોપિયન યુનિયન સહિત કુલ ૧૬ દેશો સામે નવી સત્તાવાર તપાસ શરૂ કરી

વોશિગ્ટન : અમેરિકન સુપ્રીમ કોર્ટે અગાઉ લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારત સહિત ૧૬ દેશો સામે 'સેક્શન ૩૦૧' હેઠળ નવી વેપાર તપાસ શરૂ કરી છે. આ તપાસનો મુખ્ય હેતુ જૂના ટેરિફની જગ્યાએ નવા કાયદાકીય માર્ગે ફરીથી ટેરિફ લાદવાનો છે.
ગત મહિને, ફેબ્રુઆરી ૨૦૨૬માં, અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને અન્ય દેશો પર લગાવવામાં આવેલા ૫૦ ટકા સુધીના તોતિગ ટેરિફને ગેરકાયદેસર ઠેરવીને રદ કર્યા હતા. કોર્ટના આ મોટા ઝટકા બાદ અને ગેરકાયદેસર ઉઘરાવેલા ૧૩૦ અબજ ડોલર પરત કરવાના આદેશ પછી, ટ્રમ્પ સરકારે તાત્કાલિક ૧૦ ટકાનો હંગામી વૈશ્વિક ટેરિફ લાગુ કર્યો હતો.
પરંતુ હવે માર્ચ ૨૦૨૬ના તાજેતરના અહેવાલો અનુસાર, ટ્રમ્પ પ્રશાસને દેશો પર કાયમી ટેરિફ પાછા લાવવા માટે નવો કાયદાકીય રસ્તો અપનાવ્યો છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) જેમિસન ગ્રીરે 'ટ્રેડ એક્ટ ઓફ ૧૯૭૪' ના ‘સેક્શન ૩૦૧' હેઠળ ભારત, ચીન, જાપાન અને યુરોપિયન યુનિયન સહિત કુલ ૧૬ દેશો સામે નવી સત્તાવાર તપાસ શરૂ કરી છે. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ સાબિત કરવાનો છે કે આ દેશો અયોગ્ય વેપાર નીતિઓ અપનાવી રહ્યા છે અને તેમની પાસે ઔદ્યોગિક ક્ષમતા કરતા વધુ ઉત્પાદન છે, જેથી કાયદેસર રીતે તેમની પર ફરીથી ભારે ટેરિફ લાદી શકાય.
નોંધનીય છે કે, ભારત અને અમેરિકા વચ્ચે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ૧૮ ટકા ટેરિફ અંગે સહમતી થઈ હતી, પરંતુ હવે આ નવી તપાસના કારણે ફરીથી આર્થિક તણાવ ઊભો થયો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં, અમેરિકાએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ભારતીય સોલાર ઉત્પાદનો પર ૧૨૬ ટકા જેટલી આકરી ડ્યૂટી લગાવી દીધી છે. જો આ નવી તપાસ અમેરિકાની તરફેણમાં આવશે, તો આગામી સમયમાં ભારતીય નિકાસકારો (ખાસ કરીને ફાર્મા, કાપડ અને એન્જાિનિયરિગ ક્ષેત્રે) પર ફરીથી મોટો આર્થિક બોજો વધવાની પૂરી શક્યતા છે.
ભારત સરકારનું વાણિજ્ય મંત્રાલય આ સમગ્ર ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
