<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

તુર્કીયેમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો

ભયના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્‍યાં

તુર્કીયે તા.૧૩: તુર્કીયેના મધ્‍ય ભાગમાં આજે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો છે. ભૂકંપના આંચકા અનુભવાયા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એએફએડી દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે આ ભૂકંપ તુર્કીયેના તોકાત પ્રાંતના નિકસાર શહેરમાં આવ્‍યો છે. આ ભૂકંપનું કેન્‍દ્ર બિદુ ૬.૪ કિમી નીચે નોંધાયું છે. એએફએડીના જણાવ્‍યાં પ્રમાણે આ ભૂકંપ આજે સવારે ૩.૩૫ વાગ્‍યાની આસપાસ આવ્‍યો હતો. જેના ઝટકા આસપાસના અનેક વિસ્‍તારોમાં અનુભવાયા હતા.  અત્‍યારે તુર્કીયેમાં ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્‍યાં હતાં. એટલું જ નહીં પરંતુ ફરી પાછા ઘરમાં જતા પણ લોકો ડરી રહ્યાં હતાં. ભૂકંપ આવ્‍યો હોવાના કારણે મોટી સંખ્‍યામાં લોકો રસ્‍તા પર આવી ગયાં હતાં. લોકો રસ્‍તા પર અથવા તો બહાર પોતાની ગાડીમાં બેસીને રાહ જોતા જોવા મળ્‍યાં હતાં. તુર્કીયે એક એવો દેશ છે, જ્‍યા વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

(2:52 PM IST)