હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હીઃ ટી૨૦ વર્લ્ડ કપ તો પૂર્ણ થઈ ગયો, પરંતુ ભારતીય ખેલાડીઓને હવે આરામ મળશે નહીં. ૨૮ માર્ચે આઇપીએલ શરૂ થવાની છે. જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ પોતપોતાની ફ્રેન્ચાઇઝી ટીમો માટે રમતા જોવા મળશે.આઇપીએલ જૂનથી સપ્ટેમ્બર સુધી ભારતીય ટીમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. જૂનમાં અફદ્યાનિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવશે. જેમાં બંને ટીમો વચ્ચે એક ટેસ્ટ અને ત્રણ વનડે મેચ રમાશે. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. જયાં બંને ટીમો વચ્ચે પાંચ ટી૨૦ ઇન્ટરનેશનલ અને ૩ વનડે મેચ રમાશે.
ત્યાર બાદ ઓગસ્ટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ૨ ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. જો સરકારની મંજૂરી મળે તો, સપ્ટેમ્બરમાં ભારતીય ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ કરી શકે છે. જયાં બંને ટીમો વચ્ચે ત્રણ-ત્રણ મેચની વનડે અને ટી૨૦ સિરીઝ રમાશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારત અને અફદ્યાનિસ્તાન વચ્ચે ન્યુટ્રલ વેન્યુ પર ૩ ટી૨૦ મેચ રમાશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM