તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
કેરળમાં LPGની અછતથી ૪૦% રેસ્ટોરાં બંધ થવાને આરે
રેસ્ટોરાં ઉપરાંત કેટરિંગ સર્વિસ, હોસ્ટેલ, કેન્ટીન અને સ્મશાન ઘાટ પણ LPG ની અછતથી અસરગ્રસ્ત

નવી દિલ્હી,તા.૧૩: LPGની અછતને કારણે કેરળમાં લગભગ ૪૦ ટકા રેસ્ટોરાં બંધ થવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે. ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ઘણી રેસ્ટોરાં પાસે ખોરાક બનાવવાનાં વૈકલ્પિક સાધનો નથી, તેથી તેમને કામગીરી બંધ કરવી પડી રહી છે. રેસ્ટોરાં ઉપરાંત કેટરિગ સર્વિસ, હોસ્ટેલ, કેન્ટીન અને સ્મશાન ઘાટ પણ LPG ની અછતથી અસરગ્રસ્ત થયાં છે. પヘમિ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પછી આ સમસ્યા ઊભી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.
કેરળ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન (KHRA)ના અધ્યક્ષ જી. જયપાલે જણાવ્યું હતું કે શુક્રવાર સુધી રાજ્યની લગભગ ૪૦ ટકા રેસ્ટોરાં બંધ થવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે ગુરુવાર સુધી લગભગ ૨૦ ટકા રેસ્ટોરાં બંધ થઈ ચૂકી હતી. LPG નો જથ્થો ઝડપથી ખતમ થઈ રહ્યો છે, તેથી શુક્રવાર સુધી આ આંકડો ૪૦ ટકા સુધી પહોંચી જશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસોઈ માટે વૈકલ્પિક ઇંધણ અપનાવવાની સલાહ આપવામાં આવી હોવા છતાં KHRAનું કહેવું છે કે શહેરોની હોટેલોમાં લાકડાથી રસોઈ બનાવવી શક્ય નથી.
તેમણે જણાવ્યું હતું કે ફૂડ સેફટી નિયમો હેઠળ શહેરોની મોટા ભાગની રેસ્ટોરાં આધુનિક કિચન સિસ્ટમ અપનાવી ચૂકી છે. તેમની પાસે લાકડું કે અન્ય ઇંધણથી રસોઈ કરવાની વ્યવસ્થા નથી. આ સંકટથી શહેરી વિસ્તારોની રેસ્ટોરાં સૌથી વધુ અસરગ્રસ્ત છે.
જયપાલે આરોપ લગાવ્યો હતો કે કેટલાક ખાનગીLPG સપ્લાયરો સિલિન્ડર માટે લગભગ બમણી કિંમત વસૂલી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં લાકડાની કિમતોમાં પણ વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે જણાવ્યું હતું કે ૧૯ કિલોનું LPG સિલિન્ડર ૩૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે ૧૯ કિલોના સિલિન્ડરની સામાન્ય કિમત લગભગ ૧૮૦૦ રૂપિયા હોય છે. લાકડાની કિંમતો પણ આસમાને પહોંચી ગઈ છે અને વિકલ્પ અપનાવવો સરળ નથી.
ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ LPG ની અછતથી કેરળનો કેટરિગ વ્યવસાય પણ અસરગ્રસ્ત થયો છે અને આ સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યમાં લગ્ન સીઝન શરૂ થવાની છે. ઓલ કેરળ કેટરર્સ એસોસિયેશનના તિરુવનંતપુરમ જિલ્લા અધ્યક્ષ વી. સુનુકુમારે જણાવ્યું હતું કે આવનારા લગ્ન સમારોહોની બુકિગ પહેલેથી થઈ ગઈ છે, જેને કારણે આ ક્ષેત્ર મુશ્કેલીમાં છે. આ સમારંભો મલયાલમ મહિના (૧૫ માર્ચ) થી શરૂ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
