હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી, તા.૧૩: ભારતમાં સદીઓથી ચાલી આવતી જાતિ આધારિત વ્યવસાયિક ઓળખને બદલવા માટે સંસદીય સ્થાયી સમિતિએ એક સીમાચિホરૂપ દરખાસ્ત રજૂ કરી છે. સમિતિએ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પરંપરાગત કારીગરોની ઓળખ જાતિના નામે કરવાને બદલે તેમના કૌશલ્ય અને વ્યાવસાયિક કાર્યના આધારે કરવાની ભલામણ કરી છે. આ અંતર્ગત મોચીને ફૂટવેર મેકર, કુંભારને પોટરી આર્ટિસ્ટ અને વાળંદને પર્સનલ બ્યુટી સર્વિસ પ્રોવાઈડર જેવા આધુનિક નામો આપવાનું સૂચન કરાયું છે, જેથી સામાજિક ભેદભાવ દૂર થાય અને આ વ્યવસાયો પ્રત્યે યુવા પેઢીનું આકર્ષણ વધે.
સમિતિએ રિપોર્ટમાં નોંધ્યું છે કે પ્રાદેશિક સ્તરે અનેક વ્યવસાયો સીધા જાતિ સાથે જોડાયેલા છે, જે યોજનાની સર્વસમાવેશકતામાં અવરોધ ઊભો કરે છે. વ્યવસાય-તટસ્થ નામો રાખવાથી કારીગરોને સામાજિક સન્માન મળશે અને તેઓ ગર્વ સાથે પોતાની કુશળતા દુનિયા સમક્ષ રજૂ કરી શકશે. સરકાર રાજ્યો અને સામાજિક નિષ્ણાતો સાથે પરામર્શ કરીને નવી પ્રમાણિત યાદી તૈયાર કરે તેવી ભલામણ પણ કરવામાં આવી છે, જે સમગ્ર દેશમાં એકસમાન રીતે લાગુ કરી શકાય.
નામ બદલવાની સાથે સમિતિએ બજેટ ફાળવણીમાં થયેલા ધરખમ ઘટાડા સામે પણ લાલ આંખ કરી છે. વર્ષ ૨૦૨૫-૨૬ માં રૂ.૨૫,૧૦૦ કરોડની ફાળવણી સામે ૨૦૨૬-૨૭ માં ઘટાડીને માત્ર રૂ.૩,૮૬૦.૮૯ કરોડ કરવામાં આવતા સમિતિએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વધતી જતી નોંધણી અને લોકપ્રિયતાને જોતા બજેટમાં કરવામાં આવેલો આ કાપ યોજનાના અમલીકરણને નબળો પાડી શકે છે, તેથી સમિતિએ નાણાકીય જોગવાઈઓની તાત્કાલિક સમીક્ષા કરી પૂરતું ભંડોળ ફાળવવા સરકારને તાકીદ કરી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM