<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામનેઈ મરણ પથારીએ?

પશ્ચિમી મીડિયાના સનસનાટીભર્યા દાવા મુજબ ઇઝરાયેલ-અમેરિકા સાથેના યુદ્ધમાં ઈરાનના નવા સર્વોચ્‍ચ નેતા ગંભીર રીતે ઘાયલ : પગ કાપવો પડયો અને હાલ કોમામાં હોવાની આશંકા વચ્‍ચે તેહરાનમાં ભારે અફરાતફરી

તેહરાન, તા.૧૩: ઈરાનના રાજકારણમાં અત્‍યારે ભારે રહસ્‍ય અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અયાતુલ્લા અલી ખામેનીના અવસાન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનીને નવા સુપ્રીમ લીડર તો જાહેર કરી દેવામાં આવ્‍યા છે, પરંતુ તેઓ કયાં છે તે એક મોટો સવાલ બની ગયો છે. બ્રિટિશ અખબાર ધ સનના ચોંકાવનારા અહેવાલ મુજબ, મોજતબા ખામેની કોઈ સુરક્ષિત બંકરમાં નહીં પણ તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્‍પિટલમાં જિંદગી અને મોત વચ્‍ચે જંગ લડી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ૨૮ ફેબ્રુઆરીના ભીષણ હવાઈ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં તેમણે પોતાનો એક પગ ગુમાવ્‍યો છે અને તેમના લીવર તેમજ પેટમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.

સત્તાવાર રીતે ઈરાની મીડિયા તેમને રમઝાનના શૌર્ય એટલે કે ઘાયલ યોદ્ધા તરીકે સંબોધી રહ્યું છે, જે આડકતરી રીતે સ્‍વીકારે છે કે નેતા સુરક્ષિત નથી. નવા સર્વોચ્‍ચ નેતા તરીકે ચૂંટાયા બાદ મોજતબાએ રાષ્‍ટ્રને સંબોધન કરવાનું હતું, પરંતુ તેઓ કેમેરા સામે આવવાને બદલે તેમનો સંદેશ ટીવી એન્‍કર દ્વારા વંચાવવામાં આવ્‍યો હતો. આ ઘટનાએ પヘમિી ગુપ્તચર એજન્‍સીઓના તે દાવાને મજબૂત બનાવ્‍યો છે કે મોજતબા હાલમાં કોમામાં છે અને ઈરાની વહીવટીતંત્ર માત્ર સમય પસાર કરવા માટે તેમની સત્તાની જાહેરાત કરી રહ્યું છે. હોસ્‍પિટલના જે વોર્ડમાં તેમને રાખવામાં આવ્‍યા છે, ત્‍યાં રાષ્‍ટ્રપતિ મસૂદ પેઝેશ્‍કિયન સિવાય અન્‍ય કોઈને પ્રવેશવાની મનાઈ છે.

જો આ દાવાઓ સાચા સાબિત થાય, તો ઈરાન અત્‍યાર સુધીના સૌથી મોટા નેતળત્‍વ સંકટમાં ફસાઈ શકે છે. એક તરફ અમેરિકા અને ઈઝરાયેલ સાથેનું યુદ્ધ ચરમસીમાએ છે અને બીજી તરફ હોર્મુઝ સ્‍ટ્રેટને બ્‍લોક કરવાની ધમકીઓ અપાઈ રહી છે, ત્‍યારે સર્વોચ્‍ચ નેતાની ગેરહાજરી દેશમાં સત્તાપલટો અથવા આંતરિક બળવા નોતરી શકે છે. વિશ્વભરના રાજદ્વારીઓની નજર અત્‍યારે તેહરાન પર ટકેલી છે કે શું મોજતબા ખામેની કયારેય જનતાની સામે જીવંત આવશે કે પછી ઈરાન પડદા પાછળથી કોઈ નવા ચહેરાની શોધ શરૂ કરી દેશે. આ રહસ્‍યમયી મૌન પヘમિ એશિયામાં આવનારા મોટા તોફાનના સંકેત આપી રહ્યું છે. 

(3:53 PM IST)