હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે અમીરાત એરલાઇન્સની ફ્લાઇટ્સ મર્યાદિત રૂટ પર શરૂ: મુસાફરો માટે મોટી ચેતવણી જાહેર
કન્ફર્મ ટિકિટ વગર એરપોર્ટ પર ધક્કો ન ખાવા અપીલ: ફસાયેલા મુસાફરોને પ્રાથમિકતા, એરસ્પેસના વિવાદોની સીધી અસર

દુબઈ, તા. ૧૩: વિશ્વની દિગ્ગજ એરલાઇન્સમાં જેની ગણના થાય છે તેવી 'અમીરાત' (Emirates) એ મધ્ય-પૂર્વમાં સર્જાયેલા ભૌગોલિક અને રાજકીય તણાવ બાદ હવે ધીમે ધીમે પોતાની સેવાઓ ફરી શરૂ કરી છે. જોકે, એરલાઇન્સે મુસાફરો માટે એક કડક એડવાઇઝરી જારી કરી છે. કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જ્યાં સુધી તમારી પાસે ફ્લાઇટનું કન્ફર્મ બુકિંગ ન હોય અથવા એરલાઇન તરફથી કોઈ સીધો મેસેજ ન મળે, ત્યાં સુધી એરપોર્ટ પર આવવાનું ટાલવું જોઈએ.
પસંદગીના સ્થળોએ જ ઉડાન
તાજેતરના એરસ્પેસ વિક્ષેપોને કારણે ફ્લાઇટ શેડ્યૂલમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં અમીરાત માત્ર પસંદગીના રૂટ પર જ ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી છે. કંપનીએ 'X' (અગાઉનું ટ્વિટર) પર માહિતી આપતા જણાવ્યું કે, તેઓ એવા મુસાફરોને પ્રાથમિકતા આપી રહ્યા છે જેમના બુકિંગ અગાઉના વિક્ષેપને કારણે કેન્સલ થયા હતા અથવા જેઓ ફસાયેલા છે.
એરપોર્ટ જતાં પહેલાં આટલું ચોક્કસ કરો:
• સ્ટેટસ ચેક કરો: ઘરેથી નીકળતા પહેલા એરલાઇનની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારી ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ તપાસો.
• ઇમેઇલ પર નજર: એરલાઇન દ્વારા મોકલવામાં આવતી સૂચનાઓ અને ઇમેઇલ્સને સતત ચેક કરતા રહો, કારણ કે છેલ્લી ઘડીએ પણ ફ્લાઇટના સમયમાં ફેરફાર થઈ શકે છે.
• ઓનલાઇન બુકિંગ: નવા મુસાફરો માત્ર ઉપલબ્ધ રૂટ પર જ બુકિંગ કરી શકશે, જેની વિગત એરલાઇનની વેબસાઇટ પર આપવામાં આવી છે.
યુદ્ધ અને તણાવની એરલાઇન્સ પર અસર
ઈરાન અને અન્ય મધ્ય-પૂર્વી દેશો વચ્ચેના વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય એર રૂટ્સ પ્રભાવિત થયા છે. ઘણા દેશોએ પોતાની હવાઈ સીમાઓ બંધ કરી દીધી હતી, જેના કારણે ફ્લાઇટ્સના લાંબા રૂટ લેવા પડે છે. આનાથી માત્ર મુસાફરીનો સમય જ નથી વધ્યો, પરંતુ ઇંધણના ભાવ વધવાને કારણે એશિયા સહિતના દેશોમાં વિમાન ભાડામાં પણ તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.
અમીરાતે તેના મુસાફરોની સુવિધા માટે એક વિશેષ FAQ પેજ પણ બનાવ્યું છે, જ્યાં મુસાફરીને લગતા તમામ પ્રશ્નોના જવાબ મળી રહેશે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન આપવાને બદલે માત્ર સત્તાવાર માધ્યમોનો જ ઉપયોગ કરે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
