<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

મોનાલિસા સાથે લગ્ન કરનાર અભિનેતા ફરમાનના પિતાએ લગ્ન સામે સખત વાંધો ઉઠાવીને પુત્ર ફરમાન સાથેના તમામ સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી

અલગ ધર્મ અને જ્ઞાતિ હોવાને કારણે પરિવારમાં અને સમાજમાં મોટી મુશ્કેલીઓ ઊભી થશે, આ લગ્નથી અમારો પરિવાર વિખેરાઈ જશે, ફરમાનના આ પગલાને તેની જિંદગીની 'સૌથી મોટી ભૂલ' ગણાવી

નવી દિલ્હી તા.૧૩ : મહાકુંભ 2025માં પોતાની મનમોહક આંખો અને સુંદરતાથી લાખો લોકોના દિલ જીતનારી રુદ્રાક્ષ વિક્રેતા મોનાલિસા અત્યારે પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. સહ-અભિનેતા ફરમાન ખાન સાથે લગ્ન કર્યા બાદ મોનાલિસાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ ફરમાનના પિતાએ આ લગ્ન સામે સખત વાંધો ઉઠાવીને પુત્ર સાથેના તમામ સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે.

 

પિતાની નારાજગીનું મુખ્ય કારણ શું?

ફરમાન ખાનના પિતા ઝફર અલીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ લગ્ન તેમની મરજી વિરુદ્ધ થયા છે. પિતાએ જણાવ્યું કે, "અમે જાટ મુસ્લિમ છીએ અને મોનાલિસા હિન્દુ છે. અલગ ધર્મ અને જ્ઞાતિ હોવાને કારણે પરિવારમાં અને સમાજમાં મોટી મુશ્કેલીઓ ઊભી થશે. આ લગ્નથી અમારો પરિવાર વિખેરાઈ જશે." તેમણે ફરમાનના આ પગલાને તેની જિંદગીની 'સૌથી મોટી ભૂલ' ગણાવી છે.

 

ઘરના દરવાજા કાયમ માટે બંધ

ઝફર અલીએ વધુમાં કહ્યું કે ફરમાને લગ્ન પહેલા તેમને કોઈ જાણ કરી નહોતી. જો ફરમાન મોનાલિસાને લઈને પોતાના વતન બાગપત (યુપી) આવશે, તો પણ તેને ઘરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમણે ફરમાનને પરિવારમાંથી બેદખલ કરવાની પણ ચીમકી આપી છે. પિતાના મતે, ભલે બંને બાલીગ હોય અને કાયદેસર રીતે સાથે રહેતા હોય, પણ સામાજિક રીતે આ સંબંધ તેમને સ્વીકાર્ય નથી.

 

ફરમાનની આશા અને વિવાદ

બીજી તરફ, ફરમાન ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં આશા વ્યક્ત કરી હતી કે થોડા દિવસોમાં તેના પિતા શાંત થઈ જશે અને મોનાલિસાને પુત્રવધૂ તરીકે સ્વીકારી લેશે. જોકે, પિતાના આકરા વલણને જોતા આ શક્યતા અત્યારે બહુ ઓછી દેખાઈ રહી છે. અગાઉ આ લગ્નને સોશિયલ મીડિયા પર 'લવ જેહાદ' સાથે જોડીને પણ ટ્રોલ કરવામાં આવ્યું હતું, જેની સામે મોનાલિસાએ પોતે આગળ આવીને સફાઈ આપી હતી.

 

હાલમાં આ કપલને કેટલાક નેતાઓનો ટેકો તો મળ્યો છે, પરંતુ પોતાના જ પરિવારનો સાથ ગુમાવવો પડ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું સમય જતા પિતાનું હૃદય પીગળશે કે પછી આ સંબંધ હંમેશા માટે તૂટી જશે!

(4:47 PM IST)