હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પનો હુંકાર: "હું દુનિયાનો નાશ નહીં થવા દઉં", ઈરાનના પરમાણુ મિશન પર અમેરિકા લાલચોળ
વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને સૌથી મોટું તેલ ઉત્પાદક ગણાવી નફા કરતાં શાંતિને આપી પ્રાથમિકતા: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીની હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી બાદ પરમાણુ યુદ્ધ રોકવા ટ્રમ્પની સીધી ચેતવણી

વોશિંગ્ટન: મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ અને આસમાને પહોંચતા તેલના ભાવો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને આશ્વસ્ત કરતું અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં દુનિયાનો નાશ થવા દેશે નહીં અને ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવતા રોકવા એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે ભલે અમેરિકા તેલ ઉત્પાદનમાં નંબર વન હોવાથી ભાવવધારાનો આર્થિક નફો મેળવે, પરંતુ વૈશ્વિક સુરક્ષા અને ઈરાનની પરમાણુ શક્તિને નાથવી એ નફા કરતાં વધુ મહત્વનું છે.
બીજી તરફ, ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને અનિશ્ચિતકાળ સુધી બંધ રાખવાની અને દરેક મૃત્યુનો બદલો લેવાની જાહેરાત કરતા વૈશ્વિક તેલ બજારમાં ખળભળાટ મચી ગયો છે. દુનિયાના ૨૦% તેલ પુરવઠાનું વહન કરતો આ માર્ગ બંધ થવાથી ક્રૂડ ઓઈલના ભાવ માર્ચ ૨૦૨૬માં જ ૧૧૦ ડોલરને વટાવી ગયા છે. મોજતબાએ મધ્ય પૂર્વમાં આવેલા દરેક અમેરિકન સૈન્ય બેઝ પર હુમલા કરવાની ધમકી આપતા પરિસ્થિતિ વધુ સ્ફોટક બની છે, જેના જવાબમાં ટ્રમ્પે ઈરાની નેતૃત્વને સીધો પડકાર ફેંક્યો છે.
નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આ કટોકટી વણસશે તો ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ ૨૦૦ ડોલર સુધી પહોંચી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રને પાયમાલ કરી દેશે. ટ્રમ્પનું આ નિવેદન ઈરાનને સ્પષ્ટ સંદેશ આપે છે કે અમેરિકા માત્ર આર્થિક હિતો નહીં પણ સૈન્ય તાકાતથી ઈરાનના ઈરાદાઓને નેસ્તનાબૂદ કરવા તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા અને ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર સંભવિત કાર્યવાહીને લઈને અત્યારે વોશિંગ્ટનમાં હાઈ-લેવલ બેઠકોનો દોર શરૂ થયો છે, જે મધ્ય પૂર્વના ભાવિનો ફેંસલો કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
