હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોનાલિસાને છેતરવામાં આવશે, અને તેનો મૃતદેહ 35 ટુકડાઓમાં મળશે :સાધ્વી પ્રાચીનું વિવાદી નિવેદન
સાધ્વી પ્રાચીના મતે, નિકિતા તોમર હત્યા કેસ જેવી જ ઘટના મોનાલિસા સાથે બનશે, અને તેનો મૃતદેહ રેફ્રિજરેટરમાં પણ મળી શકે છે.

હિન્દુ નેતા સાધ્વી પ્રાચીએ વાયરલ ગર્લ મોનાલિસા અને ફરમાનના લગ્ન અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના બાગપતમાં તેમણે કહ્યું હતું કે, મોનાલિસાને છેતરવામાં આવશે, અને તેનો મૃતદેહ 35 ટુકડાઓમાં મળી આવશે. સાધ્વી પ્રાચીના મતે, નિકિતા તોમર હત્યા કેસ જેવી જ ઘટના મોનાલિસા સાથે બનશે, અને તેનો મૃતદેહ રેફ્રિજરેટરમાં પણ મળી શકે છે.
હિન્દુ નેતા આટલેથી અટક્યા નહીં, તેમણે વધુમાં કહ્યું કે, જો ફરમાન હિન્દુ તરીકે લગ્ન કરે તો અમે તેમનું સ્વાગત કર્યું હોત, પરંતુ તેણે મોનાલિસા સાથે 'લવ જેહાદ' કર્યો છે. સાધ્વી પ્રાચીના મતે, મોનાલિસા મીડિયામાંથી ઉપર આવેલી દિકરી છે, તે ન તો 'લવ જેહાદ' વિશે જાણે છે કે, ન તો મદરેસામાં તાલીમ વિશે.
સાધ્વી પ્રાચી આર્યએ હિન્દુ પરિવારોને અપીલ કરી છે કે, તેઓ તેમના બાળકોને ગળામાં ડુક્કરના દાંત પહેરાવે જેથી વિધર્મીઓ તેમનાથી દૂર રહે. હાલમાં, સાધ્વીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
સાધ્વી પ્રાચી આર્યએ બાગપતના પાલદા ગામના રહેવાસી ફરમાન અને મધ્યપ્રદેશના મોનાલિસાના લગ્ન પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. તેણીએ દાવો કર્યો છે કે, મોનાલિસા ટૂંક સમયમાં છેતરાઈ જશે, અને જ્યારે તે કમાણી કરવાનું બંધ કરશે, ત્યારે તેનું શરીર 35 ટુકડાઓમાં મળી આવશે. સાધ્વીએ ભય વ્યક્ત કરતા કહ્યું છે કે, મોનાલિસાનું ભાગ્ય નિકિતા તોમર હત્યા કેસ અથવા શ્રદ્ધા હત્યા કેસ જેવું હોઈ શકે છે, અને તેનો મૃતદેહ રેફ્રિજરેટરમાં મળી શકે છે. આ સંબંધને "લવ જેહાદ" ગણાવતા, સાધ્વીએ ઉમેર્યું કે, ફરમાનને હિન્દુ ધર્મ અપનાવીને લગ્ન કરવા જોઈતા હતા. તેણીએ હિન્દુ પરિવારોને તેમના બાળકોને ડુક્કરના દાંત પહેરાવવા માટે એક વિચિત્ર અપીલ પણ કરી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
