<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ઈરાને તેલ અવીવ પર ફેંક્યો ક્લસ્ટર બોમ્બ: યુદ્ધ વધુ ભયાનક બન્યું

ઈઝરાયલ અને અમેરિકાએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. આ હુમલાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની


   ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો જંગ વધુ ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. તાજેતરના અહેવાલો મુજબ ઈરાન દ્વારા ઈઝરાયલના પ્રમુખ શહેર તેલ અવીવ પર ક્લસ્ટર બોમ્બ ફેંકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ક્લસ્ટર બોમ્બના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે દુનિયાના ૧૦૦ થી વધુ દેશોએ કરાર કરેલા છે. જોકે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. આ હુમલાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.*

(12:54 AM IST)