હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનની રાજધાની તેહરાનમાં 'અલ-કુદ્સ ડે' રેલીમાં જીવલેણ વિસ્ફોટ
આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી એક મહિલાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે.

તેહરાન: શુક્રવારે રમઝાનના છેલ્લા શુક્રવાર નિમિત્તે પેલેસ્ટાઈનના સમર્થનમાં તેહરાનના ફિરદોસી સ્ક્વેર ખાતે વાર્ષિક 'અલ-કુદ્સ ડે' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકો "અમેરિકા અને ઈઝરાયલનો નાશ હો" તેવા નારા લગાવી રહ્યા હતા, ત્યારે જ આ વિસ્તારમાં અચાનક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો.
આ રેલીમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી, સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાની, અને ન્યાયતંત્રના વડા ગુલામહુસૈન મોહસેની એજ્જેઈ સહિતના ટોચના નેતાઓ રસ્તા પર ઉતરીને લોકો વચ્ચે ચાલી રહ્યા હતા.
ઈરાનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી એક મહિલાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે.
આ બ્લાસ્ટના થોડા સમય પહેલા જ ઈઝરાયલી સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ' પર ફારસી ભાષામાં પોસ્ટ કરીને નાગરિકોને આ વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી. જોકે યુદ્ધની સ્થિતિને લીધે ઈરાનમાં ઈન્ટરનેટ મોટાભાગે બંધ હોવાથી સામાન્ય જનતા સુધી આ ચેતવણી પહોંચી શકી ન હતી.
જ્યારે આ બ્લાસ્ટ થયો, ત્યારે ન્યાયતંત્રના વડા ગુલામહુસૈન લાઈવ ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. અવાજ આવતા જ તેમના બોડીગાર્ડ્સે તેમને કવર કરી લીધા હતા, પરંતુ તેમણે મુઠ્ઠી ઉંચી કરીને કહ્યું કે "બોમ્બમારા વચ્ચે પણ ઈરાન ક્યારેય પીછેહઠ નહીં કરે."
અલી લારીજાનીએ આ હુમલાને અમેરિકા અને ઈઝરાયલની 'નિરાશા અને ડર' ગણાવ્યો હતો. વિસ્ફોટ બાદ લોકોએ ગભરાવાને બદલે સ્થળ પર ઊભા રહીને "અલ્લાહુ અકબર" ના નારા લગાવવાનું ચાલુ રાખ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
