<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ઉજ્જૈનમાં બ્રા-પેન્‍ટીની ચોરીઃ યુવકે પરિણીત મહિલાના એકતરફી પ્રેમમાં હદ વટાવી

યુવાન રાત્રિના સમયે ચુપચાપ પડોશીના ઘરની બહાર જઈ, તાર પર સુકાતા મહિલાના અન્‍ડરગારમેન્‍ટ ચોરીને ભાગી જતોઃ કારસ્‍તાન જોઈ પોલીસ-પરિવાર આヘર્યમાં

ઉજ્જૈન તા.૧૪: ઉજ્જૈનથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, એકતરફી પ્રેમમાં પડેલા યુવકે હદ વટાવી દીધી. ઘટનાને લઈ સમગ્ર વિસ્‍તારમાં આ ચર્ચાએ જોર પકડ્‍યું છે. ઘટના છે ઉજ્જૈનના ચિમનગંજ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની, જ્‍યાં એક યુવાન રાત્રિના સમયે ચુપચાપ પડોશીના ઘરની બહાર જઈ, તાર પર સુકાતા મહિલાના અન્‍ડરગારમેન્‍ટ ચોરીને ભાગી જતો હતો. પોલીસે યુવકને પકડીને પૂછપરછ કરી તો ખબર પડી કે, તે પડોશમાં રહેતી પરિણીતાને એકતરફી પ્રેમ કરતો હતો અને આ જ કારણે તે આ હરકત કરતો હતો.

મહિલા અને તેના પરિવારે પોલીસને ફરિયાદ કરી હતી કે તેમના ઘરની બહાર સુકાતા કપડાંમાંથી વારંવાર મહિલાના અન્‍ડરગારમેન્‍ટ્‍સ ગાયબ થઈ જાય છે. શરૂઆતમાં પરિવારને લાગ્‍યું કે કોઈ મજાક કરી રહ્યું હશે, પણ વારંવાર આવું થવા લાગ્‍યું તો શંકા વધી ગઈ.

આસપાસ લાગેલા સીસીટીવી તપાસ્‍યા પછી પરિવાર અને પોલીસ બંને આヘર્યમાં પડી ગયા. જેમાં એક યુવાન અડધી રાતે ધીમે ધીમે ઘરની બહાર આવે છે, પહેલા ચારેબાજુ નજર કરે છે, પછી તાર પાસે જઈને મહિલાના અન્‍ડરગારમેન્‍ટ ચોરીને ભાગી જાય છે. બાદમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ટૂંક સમયમાં આરોપીની ઓળખ કરીને ૨૫ વર્ષના યુવાન અંકિતને ઝડપી પાડ્‍યો હતો. તપાસમાં સામે આવ્‍યું કે, અંકિત એ જ વિસ્‍તારમાં રહે છે જ્‍યાં મહિલા રહે છે.

આરોપીને ઝડપી પાડ્‍યા બાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીએ પોલીસને કહ્યું હતું કે, તે પડોશમાં રહેતી પરિણીત મહિલાને એકતરફી પ્રેમ કરતો હતો. આ જ કારણથી તે તેની ઘરની બહાર સુકાતા અન્‍ડરગારમેન્‍ટ ચોરી લેતો હતો. તપાસમાં એ પણ સામે આવ્‍યું કે આરોપીએ પોતાની છાતી પર મહિલાના નામનું ટેટૂ કરાવ્‍યું છે.

પોલીસ મુજબ, આરોપી માત્ર એક વાર નહીં, પણ ઘણીવાર આવી હરકત કરી ચૂક્‍યો છે. રાત્રે તકનો લાભ લઈને ઘરની બહાર આવતો અને તાર પર સુકાતા કપડાંમાંથી મહિલાના અન્‍ડરગારમેન્‍ટ ચોરીને ભાગી જતો હતો. પરિવારે વારંવાર બનતી આ ઘટનાથી કંટાળી પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસનું કહેવું છે કે જો કોઈ વિસ્‍તારમાં આવી શંકાસ્‍પદ પ્રવૃત્તિ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવી જોઈએ. હાલ આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પૂછપરછ ચાલુ છે.

આ અનોખી ઘટના સામે આવ્‍યા પછી આખા વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો આヘર્યમાં છે કે શું એક યુવાન માત્ર એકતરફી પ્રેમના કારણે આવી હરકત કરી શકે? સ્‍થાનિક લોકો કહે છે કે આવી ઘટનાઓ માત્ર અસામાન્‍ય જ નથી, પણ સમાજમાં અસુરક્ષા અને અસહજતા પણ પેદા કરે છે

(9:54 AM IST)