<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

રાજસ્‍થાની મહિલાના અવતારમાં છવાયો ૧૬ વર્ષનો ટીનેજરઃ એક દિવસમાં હજારો માંગા આવી ગયાં

બિકાનેરમાં હોળીની આસપાસ રમ્‍મત તહેવાર ઊજવાય છે જેમાં પુરુષો મહિલાનું સ્‍વરૂપ ધારણ કરે છે

બિકાનેર તા.૧૪: ટીનેજરોને પ્રેન્‍ક કરવાનો જબરો શોખ હોય છે. રાજસ્‍થાનના બિકાનેરમાં રહેતા રવીન્‍દ્ર આચાર્ય નામના એક ઇન્‍ફલુઅન્‍સરે હોળી દરમ્‍યાન એક ખાસ  વિડિયો બનાવો. એમાં ભાઈસાહેબે ષીનો વેશ ધારણ કર્યો. એકદમ પરંપરાગત રાજસ્‍થાની ષી જેવો. પીળી પીતાંબર જેવી સાડી અને રાજસ્‍થાની ગોળ માંગટિકા સાથે લાલી-લિપસ્‍ટિક લગાવીને તૈયાર થયો. એ લુક બહુ ગમ્‍યો એટલે તેણે પિન્‍ક રંગની સાડીમાં રાજસ્‍થાની ભારેભરખમ ઘરેણાંઓ ઠઠાવીને નવો લુક પોસ્‍ટ કર્યો. બિકાનેરમાં હોળીની આસપાસ રમ્‍મત તહેવાર ઊજવાય છે જેમાં પુરુષો મહિલાનું સ્‍વરૂપ ધારણ કરે છે. જોકે રવીન્‍દ્ર આચાર્યનું ષીસ્‍વરૂપ જોઈને તો ઇન્‍ટરનેટ પર આગ લાગી ગઈ. રવીન્‍દ્રને તેની ભાભી ઐશ્વર્યાએ તૈયાર કર્યો હતો અને તેણે એ વિડિયો પણ પોતાના જ અકાઉન્‍ટ પરથી શેર કર્યો. કોઈ ઓળખી જ ન શક્‍યું કે આ ખરેખર છોકરો છે. ઇન્‍ટરનેટ પર આ લુક એટલો વાઇરલ થયો કે તેને એક જ દિવસમાં ૩૦,૦૦૦થી વધુ લોકોનાં માગાં આવી ગયાં.

જોકે એ પછી રવીન્‍દ્રએ પોતાની પુરુષમાંથીસ્ત્રી તરીકેના ટ્રાન્‍સફોર્મેશનની પ્રોસેસનો વિડિયો શેર કરીને પોતાનું અસલી સ્‍વરૂપ બતાવ્‍યું ત્‍યારે લોકોનું હસવું રોકાઈ નહોતું રહ્યું.

(9:57 AM IST)