<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ફિલિપાઇન્‍સમાંથી ૧૦,૦૦૦ વર્ષ જૂનું ભગવાન શિવનું ત્રિશૂલ મળ્‍યું

આ ઐતિહાસિક શોધે દુનિયાભરના ઇતિહાસકારો અને સંશોધકોનું ધ્‍યાન ભારતની પ્રાચીન સંસ્‍કૃતિ તરફ ખેંચ્‍યું

નવી દિલ્‍હી,તા.૧૪ફ સંશોધક સૈયદ શમીર હુસૈને એક ઐતિહાસિક દાવો કરતા ભગવાન શિવના ત્રિશૂલ અને ભગવાન ઇન્‍દ્રના વજ્ર સંબંધિત કલાકૃતિઓ અને દસ્‍તાવેજો રજૂ કર્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ફિલિપાઇન્‍સમાં ખોદકામ દરમિયાન આ પ્રાચીન પ્રતીકો મળી આવ્‍યા છે. આ પ્રતીકોને સનાતન ધર્મના ૧૦,૦૦૦ વર્ષ જૂના પુરાવા તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે. આ ઐતિહાસિક શોધે દુનિયાભરના ઇતિહાસકારો અને સંશોધકોનું ધ્‍યાન ભારતની પ્રાચીન સંસ્‍કૃતિ તરફ ખેંચ્‍યું છે અને નવી ચર્ચાઓ જગાવી છે.

(10:13 AM IST)