હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વ્યવસાયોમાંથી જાતિ આધારિત શબ્દોને દૂર કરવાની ભલામણ
કામને જાતિ સાથે ના જોડવા સમિતીની માંગ : મોચી, કુંભાર, વાણંદ સહિતના વ્યવસાયોમાં વૈકલ્પિક શબ્દોનો ઉપયોગ કરવાની સલાહ

નવી દિલ્હી,તા.૧૪: ઉદ્યોગ સાથે જોડાયેલી સંસદીય સમિતિએ પીએમ વિશ્વકર્મા યોજનાને લઈને મોટો નિર્ણય લીધો છે, સમિતિએ એવી ભલામણ કરી છે કે મોચી, જુતા બનાવનારા અને વાળ દાઢી બનાવવાનું કામ કરનારાઓને તેમની જાતિના આધારે નહીં પણ કામના આધારે સંબોધવા જોઈએ.
સમિતિએ એમ પણ કહ્યું કે સરકારની પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત કેટલાક વ્યવસાયોના નામો બદલવામાં આવે અને તેને વધુ વ્યવસાયીક બનાવવામાં આવે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ અનુમાનમાં આ યોજનાઓ માટે ફાળવવામાં આવેલી રકમ ઘટાડીને ૩૮૬૦ કરોડ રૂપિયા કરી દેવાઇ જ્યારે આ પહેલા રકમ ૨૫,૧૦૦ કરોડ રૂપિયા હતી. સમિતિએ એમ પણ કહ્યું છે કે બજેટમાં આટલો મોટો કાપ મુકવો ચિતાજનક છે.
સમિતિએ એવી ભલામણ કરી છે કે અનેક એવા વ્યવસાયો છે કે જેને લોકોની જાતિ સાથે જોડવામાં આવે છે, એટલે કે જાતિના નામના આધારે વ્યવસાયો છે. અને તેથી આ વ્યવસાયોના નામો બદલીને કાર્ય આધારિત રાખવા જોઇએ. જેમ કે મોચીના સ્થાને જુતાના કારીગર, કુંભારના સ્થાને સિરામિક કે માટી ઉત્પાદક,વાણંદના સ્થાને વ્યક્તિગત સુંદરતા સેવા આપનાર વગેરે. નિષ્ણાતોનું માનવુ છે કે આ ભલામણો સ્વીકારવામાં આવે તો આ પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સન્માનજનક ઓળખ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
