હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સિલિન્ડરની અછતને લીધે સોના-ચાંદીના દાગીનાનું ઉત્પાદન ઠપ્પઃ કારીગરો બેકાર
વેપારીઓએ નવા દાગીનાના ઓર્ડર લેવાનું બંધ કર્યું, મોટાભાગના કામકાજ ઠપ્પ : પાંચ દિવસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા જવેલરી મેકિંગ પ્રક્રિયા અટકી

અમદાવાદ,તા.૧૪: સોના-ચાંદીના દાગીના બનાવવા માટે સોનું ગાળવા માટે કોમર્શિયલ ગેસના બાટલાની જરૂર પડતી હોય છે. સોનાને ઓગાળવા કે ટાંકા મારવા માટે પણ ગેસના બાટલાની જરૂર પડતી હોય છે. છેલ્લા પાંચેક દિવસથી કોમર્શિયલ ગેસના બાટલા અને ઘરેલું ગેસના બાટલાની અછતના લીધે મોટાભાગના સોના-ચાંદીના કારીગરોના કામકાજ ઠપ થઈ ગયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ સોના-ચાંદીના દાગીના બનાવવા માટે સોનું ગાળવા માટે ગેસના બાટલાની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત સોનાના દાગીના બનાવવા માટે પણ ગેસના બાટલાની જરૂર પડે છે. છેલ્લા પાંચેક દિવસથી ગેસના બાટલા નહીં મળવાથી બ્લેકમાં લેવામાં આવતા હતા, જે પણ હવે બંધ થઈ જતાં મોટાભાગના કારીગરો પાસે હાલમાં ગેસના બાટલા નથી, જેના લીધે તેની સીધી અસર દાગીના બનાવવા ઉપર પડી રહી છે. દાગીના બનાવવા માટે અમદાવાદમાં આશરે એક લાખ જેટલા બંગાળી કારીગરો સંકળાયેલા છે. છેલ્લા બે દિવસથી સાવ સદંતર કામકાજ ઠપ થઈ જતાં કેટલાકે તો દુકાનો બંધ કરી દીધી છે, જયારે વેપારીઓ હાલમાં નવા દાગીના બનાવવાની સદંતર ના પાડી રહ્યા છે.(૪૦.૯)
ખાણીપીણીની લારીવાળા કોલસાની સગડીએ ચડયા તો કોલસામાં પણ ભાવ વધારો
ગેસના બાટલાની અછત સર્જાતા ખાણીપીણીની લારીઓવાળાઓએ કોલસા અને કેરોસીનનો વપરાશ ચાલુ કરવાનું નક્કી કર્યુ છે. ભાજી પાઉની લારીવાળાએ કોલસાની સગડી વાપરવાનું ચાલુ કર્યુ છે. જેના માટે કોલસો ભેગો કરવાનું ચાલુ કરતા તેના ભાવ કિલોએ રૂ.૩૫ના ૪૫ કરી દેવામાં આવ્યા છે. ખાણીપાણીના લારીઓવાળાનું કહેવું છે કે, ગેસના બાટલા નજીકના દિવસોમાં મળવા મુશ્કેલ છે. જેના લીધે એકાદ- બે દિવસમાં કોલસાનો ઉપયોગ કરવો પડશે. જેના માટે કોલસા ભેગા કરવાનું ચાલુ કરતા કિલોએ રૂ.૧૦નો વધારો કરી દેવામાં આવ્યો છે. જયારે ચુલો સળગાવા માટે લાકડાંની જરૂર પડે છે. જે ખરીદવા જતા અમદાવાદમાં તો મળતા જ નથી. જયારે બહારથી મંગાવતા તેના ભાવ અધધ લેવાનું ચાલુ કરી દીધુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
