હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લિફટમાં રોમાન્સ! વીડિયો ગ્રુપમાં ફરતો થતાં મહિલાએ આખી સોસાયટી સામે કર્યો કેસ
ફરિયાદ નોંધાવી છે કે લિફટમાં એક પુરુષ સાથેના તેના ખાનગી પળોના સીસીટીવી ફૂટેજ લીક થયા છે : મુંબઈમાં એક એવી ઘટના સામે આવી છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ખલબલી મચી ગઈ છે

મુંબઈ,તા.૧૪: ઘટના છે મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી એક રહેણાંક બિલ્ડિંગની, જ્યાં લિફટમાં એક મહિલાનો ખાનગી પળોનો વીડિયો વાયરલ થતાં મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે લિફટમાં એક પુરુષ સાથેના તેના ખાનગી પળોના સીસીટીવી ફૂટેજ લીક થયા છે. ત્રણ મહિના પછી આ વીડિયો સોસાયટીમાં ફેલાઈ જતાં તેને ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
મહિલાએ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે સોસાયટીના રહેવાસીઓએ વાયરલ થયેલી ક્લિપને લઈને જાહેરમાં તેની મજાક ઉડાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ક્લિપ કદાચ એ વ્યક્તિએ ફેલાવી હશે, જે સોસાયટીના સીસીટીવી બેકઅપને સંભાળતો હોય. કારણ કે, વીડિયો પહેલા સોસાયટીની અંદર ફેલાયો અને પછી બહારના મિત્રો સાથે પણ શેર થયો છે.
મળતી માહિતી મુજબ, ૩૬ વર્ષીય પરિણીતા મુંબઈના અંધેરી વિસ્તારમાં રહે છે. પરિવારમાં પતિ અને ૨ બાળકો છે. આ ઘટના જાન્યુઆરી મહિનામાં હાઉસિગ સોસાયટીની લિફટમાં બની હતી. ૯ માર્ચે જ્યારે મહિલા બજારમાં ખરીદી કરવા ગઈ, ત્યારે કેટલીક મહિલાઓએ તેની મજાક ઉડાવી હતી. મજાક ઉડાવતા ઉડાવતા તેમણે કહ્યું કે, આ એ જ મહિલા છે, જે લિફટના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ હતી. મહિલાઓ સાથે રહેલી એક યુવતીએ તેને કહ્યું હતું કે, વીડિયો હવે આખી સોસાયટીમાં વાયરલ થઈ ગયો છે. જેને લઈ મહિલા ચિતામાં મુકાઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા ઘરે પરત ફરતી વખતે લિફટમાં પ્રવેશી હતી, ત્યારે એક અજાણ્યો પુરુષ પણ અંદર આવ્યો હતો. બંને એકબીજાની તરફ આકર્ષાયા અને કિસ કરી હતી. તેને ખબર નહોતી કે લિફટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ બધું રેકોર્ડ થઈ રહ્યું છે.
પોલીસે વધુમાં જણાવ્યું છે કે, FIR નોંધાઈ ગઈ છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે ફૂટેજ કેવી રીતે વાયરલ થયા. કારણ કે સીસીટીવી રેકોર્ડિગને પરવાનગી વગર શેર કરવા એ ગુનાહિત કૃત્ય ગણાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
