હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનનો સાઉદી બેઝ પર હુમલોઃ ૫ અમેરિકી ટેન્કર વિમાનોનો કડૂસલો
ખાર્ગ ટાપુ પર અમેરિકાનો વળતો પ્રહાર

નવી દિલ્હી તા.૧૪: પヘમિ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને સીધો અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કરીને સ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં અમેરિકી એરફોર્સના પાંચ રિફયુઅલિગ પ્લેન ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે આ વિમાનો સંપૂર્ણ નાશ પામ્યા નથી, પરંતુ તેમને થયેલું નુકસાન સૈન્ય કામગીરી માટે મોટો ફટકો માનવામાં આવે છે. રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, અને હાલમાં ટેકનિકલ ટીમો દ્વારા આ વિમાનોના સમારકામની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
બીજી તરફ, ઈરાકમાંથી પણ અમેરિકા માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પヘમિ ઈરાકમાં અમેરિકી વાયુસેનાનું એક KC-135 રિફયુઅલિગ વિમાન ક્રેશ થયું છે, જેમાં સવાર તમામ ૬ ક્રૂ સભ્યોના કરુણ મોત નિપજ્યા હોવાની પેન્ટાગોને પુષ્ટિ કરી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બીજું એક વિમાન પણ સામેલ હતું, પરંતુ પ્રાથમિક તપાસમાં આ કોઈ દુશ્મન દેશના હુમલાનો શિકાર બન્યું હોવાના પુરાવા મળ્યા નથી. આ અકસ્માત બાદ ૨૮ ફેબ્રુઆરીથી ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા અમેરિકી ઓપરેશનમાં કુલ મૃત્યુઆંક હવે સાત પર પહોંચી ગયો છે, જે અમેરિકી સેના માટે ચિતાનો વિષય છે.
અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ ઘટનાઓ પર પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું છે કે ઈરાન વિરુદ્ધનું ઓપરેશન અટકશે નહીં. તેમણે યુદ્ધની ભયાનકતા અને અકસ્માતોને સ્વીકારતા કહ્યું કે, યુદ્ધ એ અરાજકતાનું બીજું નામ છે અને ગઈકાલની KC-135 ટેન્કરની ઘટના અત્યંત દુઃખદ છે. મધ્ય પૂર્વમાં અમેરિકાએ મોટી સંખ્યામાં વિમાનો તૈનાત કર્યા છે, પરંતુ વારંવાર થતા મિસાઈલ હુમલા અને વિમાન અકસ્માતોએ અમેરિકી સૈન્ય વ્યૂહરચના સામે પડકારો ઉભા કર્યા છે. ખાસ કરીને હવામાં ઈંધણ ભરતી વખતે થતા જોખમો હવે આ ઓપરેશનમાં સૌથી મોટું અવરોધક સાબિત થઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
