હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય ક્રિકેટના માંધાતાઓનું થશે સર્વોચ્ચ સન્માન: રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિતાલી રાજને BCCI આપશે 'લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'!
નમન એવોર્ડ્સ ૨૦૨૬: દિલ્હીમાં જામશે દિગ્ગજોનો મેળો; 'ધ વોલ' અને ૧૯૮૩ના વર્લ્ડ કપના હીરો સહિત મહિલા ક્રિકેટની આઈકોન મિતાલી રાજને ૨૫ લાખના રોકડ પુરસ્કાર સાથે નવાજવામાં આવશે.

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ક્રિકેટના મેદાનમાં અપ્રતિમ યોગદાન આપનારા ત્રણ મહાન ખેલાડીઓને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ૧૫ માર્ચના રોજ નવી દિલ્હીમાં યોજાનારા પ્રતિષ્ઠિત 'નમન એવોર્ડ્સ' (NAMAN Awards) કાર્યક્રમમાં ભારતીય પુરુષ ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડ, પૂર્વ BCCI પ્રમુખ રોજર બિન્ની અને મહિલા ક્રિકેટના લેજન્ડ મિતાલી રાજને 'લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે.
આ એવોર્ડ માત્ર એક ટ્રોફી નથી, પરંતુ ભારતીય ક્રિકેટના ઈતિહાસને આ ત્રણેય દિગ્ગજોએ જે રીતે લોહી-પરસેવો રેચીને સીંચ્યો છે તેનું સન્માન છે. અહેવાલો મુજબ, આ ત્રણેય મહાનુભાવોને સન્માનની સાથે રૂ. ૨૫ લાખની પ્રોત્સાહક રકમ પણ એનાયત કરવામાં આવશે.
ભારતીય ક્રિકેટના ત્રણ આધારસ્તંભ
• રાહુલ દ્રવિડ (ધ વોલ): આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૪,૦૦૦થી વધુ રન અને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે ૨૦૨૪નો T20 વર્લ્ડ કપ જીતાડનાર દ્રવિડનું યોગદાન અદ્વિતીય છે. તેમણે અંડર-૧૯ સ્તરે પણ યુવા પ્રતિભાઓને નિખારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
• રોજર બિન્ની: ૧૯૮૩ના ઐતિહાસિક વર્લ્ડ કપ વિજયના અસલી હીરો અને તે ટુર્નામેન્ટના સૌથી સફળ બોલર. તેમણે ખેલાડી તરીકે જ નહીં, પરંતુ પસંદગીકાર અને BCCIના ૩૬માં પ્રમુખ તરીકે પણ રમતની સેવા કરી છે.
• મિતાલી રાજ: મહિલા ક્રિકેટની ઓળખ બદલનાર આઈકોન. વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ૭૮૦૫ રન બનાવવાનો રેકોર્ડ ધરાવતી મિતાલીએ ભારતને બે વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચાડીને લાખો યુવતીઓ માટે ક્રિકેટના દ્વાર ખોલ્યા છે.
યુવા ખેલાડીઓનું પણ થશે સન્માન
આ ભવ્ય સમારોહમાં માત્ર નિવૃત્ત દિગ્ગજો જ નહીં, પણ ૨૦૨૪-૨૫ની સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનારા વર્તમાન ખેલાડીઓને પણ બિરદાવવામાં આવશે. જાણવા મળ્યા મુજબ, યુવા બેટર શુભમન ગિલને પણ આ એવોર્ડ્સમાં મોટા સન્માનથી નવાજવામાં આવી શકે છે.
રવિવારે યોજાનારો આ કાર્યક્રમ ભારતીય ક્રિકેટના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનો એક અદભુત સંગમ બની રહેશે. બીસીસીઆઈએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરીને તમામ ચાહકોમાં ઉત્સાહ ભરી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
