News of Monday, 16th March 2026
ઓટો ડ્રાઈવરની કમાણી જાણીને આંખો પહોળી થઈ જશે
પૈસા વરસે છે, ફક્ત આવડત હોવી જોઈએ... : ડ્રાઈવરે કમાણીનો એવો આંકડો આપ્યો છે કે જે સાંભળીને સારા-સારા કોર્પોરેટ કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયાઃ મહિને રૂા.૭૫,૦૦૦ ની આવક

મુંબઈ તા.૧૬: મુંબઈ જેવા મોંઘા શહેરમાં ગુજરાન ચલાવવું અઘરું છે, પરંતુ એક ઓટો ડ્રાઈવરના વાયરલ વીડિયોએ સૌને વિચારતા કરી દીધા છે. ઇન્સ્ટાગ્રામ પર Uvichar નામના પેજ પરથી શેર કરવામાં આવેલા એક વીડિયોમાં આ ડ્રાઈવરે પોતાની કમાણીનો એવો આંકડો આપ્યો છે કે જે સાંભળીને સારા-સારા કોર્પોરેટ કર્મચારીઓ પણ આヘર્યચકિત થઈ ગયા છે. વીડિયો જોઈને યુઝર્સ જાત-ભાતની રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
વીડિયોમાં જ્યારે પેસેન્જરે પૂછ્યું કે મુંબઈ ઘણું મોંઘું શહેર છે ને? ત્યારે ઓટો ડ્રાઈવરે ખૂબ જ સકારાત્મક જવાબ આપતા કહ્યું, હા, મોંઘું તો છે પણ અહીં પૈસા ખૂબ છે. અહીં પૈસા વરસે છે, બસ તેને પકડવાની આવડત જોઈએ. તેણે વધુમાં જણાવ્યું કે તે દરરોજ સરેરાશ રૂા.૨,૫૦૦ ની કમાણી કરે છે અને આ રકમ ગેસ અને અન્ય ખર્ચ કાઢ્યા પછીની ચોખ્ખી બચત છે.
જો આ ગણતરી મુજબ જોવામાં આવે તો આ ઓટો ડ્રાઈવર દર મહિને આશરે રૂા.૭૫,૦૦૦ કમાય છે. આ આંકડો સાંભળીને વીડિયો રેકોર્ડ કરનાર શખ્સ પણ સ્તબ્ધ ગયો હતો. વીડિયોના અંતે મજાકમાં કહેવામાં આવ્યું છે કે, હવે તમે વિચારી લો, ઘરે બેસવું છે કે મુંબઈમાં ઓટો ચલાવવી છે!
આ વીડિયો વાયરલ થતા જ યુઝર્સે કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે. એક યુઝરે લખ્યું, લાગે છે કે હવે મારે પણ ઓટો ડ્રાઈવર જ બનવું પડશે. જ્યારે બીજા યુઝરે લખ્યું કે, આ કમાણી પાછી ટેક્સ ફ્રી પણ છે! ઘણા લોકો મુંબઈની મહેનતુ જનતાના વખાણ કરી રહ્યા છે જેઓ દિવસ-રાત મહેનત કરીને આટલી સારી આવક મેળવે છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
