News of Monday, 16th March 2026
NHAIએ વાર્ષિક પાસની ફીમાં રૂ.૭૫નો વધારો કર્યો
ફી વર્તમાન રૂ. ૩,૦૦૦ થી સુધારીને રૂ. ૩,૦૭૫ કરાઈ

નવી દિલ્હી તા.૧૬: એનએચએઆઈ દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે તેના વાર્ષિક પાસના દરમાં રૂ. ૭૫ નો વધારો કર્યો છે. આ સાથે વાર્ષિક પાસની ફી હવે રૂપિયા ૩,૦૭૫ થઈ ગઈ છે. નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા મુસાફરોને આર્થિક રાહત આપવા માટે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ વાર્ષિક પાસની સુવિધા શરૂ કરાઈ હતી. એનએચએઆઈએ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ફાસ્ટેગ વાર્ષિક પાસની લાગુ ફી વર્તમાન રૂ. ૩,૦૦૦ થી સુધારીને રૂ. ૩,૦૭૫ કરાઈ રહી છે.૫૬ લાખથી વધુ વપરાશકર્તાઓ સાથે, ખાનગી વાહન માલિકોમાં ફાસ્ટેગ વાર્ષિક પાસનો સ્વીકાર સતત વધી રહ્યો છે. આ સુધારેલો દર નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પરના આશરે ૧,૧૫૦ ટોલ પ્લાઝા પર વાર્ષિક પાસની સુવિધા મેળવવા ઈચ્છતા માન્ય ફાસ્ટેગ ધરાવતા બિન-વ્યાવસાયિક વાહનો માટે લાગુ થશે
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
