<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

બાળકો માટે વોટ્‍સએપ સુરક્ષિત બન્‍યું: ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લોન્‍ચ થયું પેરેન્‍ટ-કંટ્રોલ એકાઉન્‍ટ

નવી દિલ્‍હી તા.૧૬: મેટાની માલિકીના મેસેજિગ પ્‍લેટફોર્મ વોટ્‍સએપએ ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માતા-પિતા નિયંત્રિત એકાઉન્‍ટ્‍સ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત નાના બાળકો માતાપિતાની કડક દેખરેખ હેઠળ પ્‍લેટફોર્મનો ઉપયોગ કરી શકશે.

આ પગલાંને મેસેજિગ પ્‍લેટફોર્મની નીતિમાં એક મહત્‍વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે. કારણ કે અત્‍યાર સુધી આ પ્‍લેટફોર્મનો ઉપયોગ કરવા માટેની લઘુત્તમ વય મર્યાદા ૧૩ વર્ષ(કેટલાક ક્ષેત્રોમાં આનાથી વધુ) હતી.

વોટ્‍સએપએ એક બ્‍લોગ પોસ્‍ટમાં જણાવ્‍યું કે પરિવારો અને નિષ્‍ણાંતો પાસેથી મળેલી માહિતીના આધારે માતાપિતા-નિયંત્રિત એકાઉન્‍ટ્‍સની એક નવી વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત માતા-પિતા કે વાલીઓ નાના બાળકો માટે વ્‍હોટ્‍સએપ એકાઉન્‍ટ્‍સ બનાવી શકશે અને તેનો ઉપયોગ માત્ર મેસેજિગ અને કોલિગ સુધી મર્યાદિત રહેશે.

વોટ્‍સએપએ જણાવ્‍યું કે એક બાજુ માતા-પિતા બાળકોની સંપર્ક યાદીને નિયંત્રિત કરી શકશે, તો બીજી તરફ મેસેજનું કન્‍ટેન્‍ટ એન્‍ડ-ટુ-એન્‍ડ એન્‍ક્રિપ્‍શન દ્વારા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. નવી કંટ્રોલ સિસ્‍ટમ અને અન્‍ય સેટિગ્‍સને પેરેન્‍ટ પિનના માધ્‍યમથી સુરક્ષિત રાખવામાં આવશે. માત્ર માતા-પિતા જ ગોપનીયતા સંબંધિત સેટિગ્‍સ જોઇ અથવા બદલી શકશે. આ સુવિધા હાલમાં તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી હોવાનું કંપનીએ જણાવ્‍યું હતું.

(10:23 AM IST)