<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

પાંચ રાજ્‍યોમાં Gen Z મતદારો નક્કી કરશે ઉમેદવારનું ભાવિ

પાંચ રાજ્‍યમાં કુલ મળીને ૧૭.૪ કરોડ મતદારો મતદાન કરવાના છે. તેમાં સૌથી વધારે મતદારોની સંખ્‍યા Gen Zની છે : બંગાળમાં ૫.૨૩ મતદારો પહેલી વખત મતદાન કરવાના છે. જ્‍યારે ૨૦થી ૨૯ વર્ષના મતદારોની સંખ્‍યા પણ ૧.૩૧ કરોડથી વધારે એટલે કે ૧.૩૬ કરોડ Gen Z મતદારો

નવી દિલ્‍હી તા.૧૬: ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્‍યોમાં વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પヘમિ બંગાળ, આસામ, તમિલાનડુ, કેરળ અને પુડુચેરીમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સ યોજીની ચૂંટણી અંગે સત્તાવાર રીતે વિગતો આપવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે આસામ,  કેરળ અને પુડુચેરીમાં એક જ ચરણમાં ૯ એપ્રિલે મતદાન યોજાશે. જ્‍યારે તમિલનાડમાં પણ એક તબક્કામાં ૨૩ એપ્રિલે મતદાન યોજાશે. પヘમિ બંગાળની વાત કરવામાં આવે તો અહીં બે તબક્કામાં ૨૩ એપ્રિલે અને ૨૯ એપ્રિલે મતદાન યોજાશે. તમામ રાજ્‍યોની ચૂંટણીનું ૪ મે ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પાંચ રાજ્‍યમાં કુલ મળીને ૧૭.૪ કરોડ મતદારો મતદાન કરવાના છે. તેમાં સૌથી વધારે મતદારોની સંખ્‍યા Gen Zની છે. ખાસ કરીને પヘમિ બંગાળમાં પણ આ વખતે અન્‍ય મતદારો કરતા Gen Z મતદારો સૌથી વધારે મતદાન કરવાના છે. Gen Z મતદારોને બે સમૂહમાં વિભાજિત કરવામાં આવ્‍યાં છે. એક તો જે પહેલી વખત મતદાન કરવાના છે અને બીજા કે જેમની ઉંમર ૨૦-૨૯ વર્ષ થઈ ગઈ છે. આંકડો જોવામાં આવે તો, પヘમિ બંગાળમાં ૫.૨૩ મતદારો પહેલી વખત મતદાન કરવાના છે. જ્‍યારે ૨૦થી ૨૯ વર્ષના મતદારોની સંખ્‍યા પણ ૧.૩૧ કરોડથી વધારે છે. એટલે કે પヘમિ બંગાળમાં ૧.૩૬ કરોડ Gen Z મતદારો છે.

તમિલનાડુની વાત કરવામાં આવે તો,Gen Z મતદારોની સંખ્‍યાને લઈને તમિલનાડુ બીજા ક્રમે આવે છે. આ તમિલનાડુ રાજ્‍યમાં લગભગ ૧૨.૫ લાખ મતદારો પહેલી વખત મતદાન કરવાના છે. આ મતદારોમાં ૧.૦૫ કરોડ મતદારો ૨૦-૨૯ વર્ષની ઉંમરના હોવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું છે. કુલ મળીને આ રાજ્‍યમાં લગભગ ૧.૧૭ કરોડ Gen Z મતદારો છે. એટલે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીમાં Gen Z ની પરિમાણની દિશાન નક્કી કરશે.

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આસામમાં ૧૮થી ૧૯ વર્ષની ઉંમરના લગભગ ૫.૭૫ લાખ મતદારો પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જ્‍યારે  લગભગ ૬૬.૩૦ લાખ મતદારો ૨૦થી ૨૯ વર્ષના છે. આસામમાંGen Z મતદારોની કુલ સંખ્‍યા લગભગ ૭૨ લાખ છે. આસામમાં પણ ઞ્‍ફૂઁ ક્ષ્ મતદારો ઉમેદાવારનું ભાવિ નક્કી કરશે તેવું લાગી રહ્યું છે.

કેરળમાં પણ Gen Z મતદારોની સંખ્‍યા સારા એવા પ્રમાણમાં છે. ચૂટણી પંચે આપેલી વિગતો પ્રમાણે ૧૮થી ૧૯ વર્ષની ઉંમરના લગભગ ૪.૨૪ લાખ પ્રથમ વખત મતદાન કરવાના છે. જ્‍યારે ૨૦થી ૨૯ વર્ષ વચ્‍ચેના લગભગ ૪૫ લાખ મતદારો છે. એટલે કે કેરળમાં  કુલ મળીને  લગભગ ૪૯ લાખ મતદારો Gen Z છે. સ્‍વાભાવિક છે કે, રાજકીય પાર્ટીઓ Gen Z ને આકર્ષીત કરવા પર વધારે ભાર આપશે.

પુડુચેરીની વાત કરવામાં આવે તો, અહીં ૧૮થી ૧૯ વર્ષની ઉંમરના લગભગ ૨૩,૦૩૩ મતદારો છે. જ્‍યારે ૨૦થી ૨૯ વર્ષની ઉંમરના લગભગ ૧.૮૭ લાખ મતદારો છે. બંનેને મળીનેGen Z મતદારોની કુલ સંખ્‍યા ૨ લાખની આસપાસ થાય છે. જો કે, પુડુચેરીમાં ૯.૪ લાખ મતદારો છે, જેમાંથી ૨ લાખની આસપાસના મતદારો Gen Z છે.

(10:26 AM IST)