News of Monday, 16th March 2026
ઓડિશા રાજ્યસભા ચૂંટણી: દિલીપ રાયની જીતથી રાજકીય ધમાસાણ : બીજેડીનાં ગઢમાં ભાજપએ પાડ્યું મોટું ગાબડું
ઓડિશા રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ સમર્થિત દિલીપ રાયની જીતથી ઉથલપાથલ:બીજેડીનાં આઠ ધારાસભ્યો દ્વારા કથિત ક્રોસ વોટિંગના કારણે પરિણામો પ્રભાવિત થયા:બીજેડી-કોંગ્રેસના ઉમેદવાર ડૉ. હોટાનો પરાજય:નવીન પટનાયકે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો:બીજેડીનાં બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગની કબૂલાત કરી.

ઓડિશામાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ મચાવી દીધી. ભાજપ સમર્થિત ત્રણ ઉમેદવારો અને બીજેડીનો એક ઉમેદવાર ચાર બેઠકો પર જીત્યો, જ્યારે બીજેડી-કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર ડૉ. દત્તેશ્વર હોટા હારી ગયા. સૌથી વધુ ચર્ચાસ્પદ જીત અપક્ષ ઉમેદવાર દિલીપ રાયની હતી, જેમને ભાજપનો ટેકો હતો. આ જીત પાછળ બીજેડી ધારાસભ્યો દ્વારા કથિત ક્રોસ-વોટિંગને મુખ્ય કારણ તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે
ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. પરિણામો નીચે મુજબ હતા:
મનમોહન સમાલ (ભાજપ) જીત્યા
સુજિત કુમાર (ભાજપ) જીત્યા
સંતૃપ્તા મિશ્રા (ભાજપ) જીત્યા
દિલીપ રાય (અપક્ષ, ભાજપ સમર્થિત) જીત્યા
ડૉ. દત્તેશ્વર હોટા (ભાજપ-કોંગ્રેસ સમર્થિત) હારી ગયા
દિલીપ રાયની જીતમાં ક્રોસ-વોટિંગની ભૂમિકા હતી બીજેડીના ડેપ્યુટી ચીફ વ્હીપ પ્રતાપ કેશરી દેવે દાવો કર્યો હતો કે આઠ બીજેડી ધારાસભ્યોએ દિલીપ રાયની તરફેણમાં ક્રોસ-વોટિંગ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજેડીના છ ધારાસભ્યો અને બે સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો દિલીપ રાયના સમર્થનમાં મતદાન કરતા જોવા મળ્યા હતા. આ ક્રોસ-વોટિંગથી ચોથી બેઠક માટેનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું.
ક્રોસ-વોટિંગ બાદ, બીજેડી પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગ અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની સંડોવણીનો આરોપ લગાવ્યો.
પટનાયકે કહ્યું, "જે લોકોએ ક્રોસ-વોટિંગ કર્યું છે તેમનો ગુનાહિત રેકોર્ડ છે. તેમના માતા-પિતા પણ જેલમાં જઈ ચૂક્યા છે. મને આ કહેતા શરમ આવે છે." તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ અને તેના સાથી પક્ષોએ ધારાસભ્યોને પ્રભાવિત કરવાના વિવિધ પ્રયાસો કર્યા.
આ ચૂંટણીમાં, બીજેડીનાં યુવા ધારાસભ્યો, દેવી રંજન ત્રિપાઠી અને સૌવિક બિસ્વાલે જાહેરમાં ક્રોસ-વોટિંગની કબૂલાત કરી. બંને ધારાસભ્યોના પરિવારો અગાઉ હજારો કરોડ રૂપિયાના ચિટ ફંડ કૌભાંડમાં ફસાયેલા છે, જેમાં તેમના પિતાની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
મતદાન દરમિયાન, નવીન પટનાયકે ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાઓનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે એક ધારાસભ્યને બીજું બેલેટ પેપર આપવામાં આવ્યું હતું, જે ચૂંટણી નિયમોની વિરુદ્ધ છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
