હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનની ભારત પર 'મહેરબાની' જોઈ પાકિસ્તાની નિષ્ણાતો લાલઘૂમ: હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય જહાજોને ગેસ લાવવાની છૂટ મળતા પાડોશી દેશમાં મચ્યો હડકંપ
"અમે યુદ્ધમાં ખામેનીને સાથ આપીએ છીએ અને ફાયદો ભારતને?" - પાકિસ્તાની એક્સપર્ટ કમર ચીમાએ સરકારને ખખડાવી, ઈરાન અને ભારતની વધતી નિકટતાથી પાકિસ્તાની જનતામાં ભારે રોષ

ઇસ્લામાબાદ : આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી તાકાત અને મુત્સદ્દીગીરીનો વધુ એક પુરાવો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં જોવા મળ્યો છે. ઈરાને જ્યારે આ વ્યૂહાત્મક માર્ગ પર અન્ય દેશો માટે નિયંત્રણો લાદ્યા છે, ત્યારે ભારતના બે વિશાળ જહાજો 'શિવાલિક' અને 'નંદા દેવી' આશરે ૯૨,૭૧૨ મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને સુરક્ષિત રીતે ભારત તરફ આવી રહ્યા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ પાકિસ્તાની નિષ્ણાતો અને ત્યાંની જનતામાં ઈર્ષ્યા અને ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે.
પાકિસ્તાની નિષ્ણાતની આકરી પ્રતિક્રિયા
પાકિસ્તાની વિદેશ નીતિના નિષ્ણાત કમર ચીમાએ એક ચર્ચા દરમિયાન પોતાની સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, પાકિસ્તાન હંમેશા ઈરાનને રાજદ્વારી અને નૈતિક સમર્થન આપે છે, છતાં ઈરાન ભારતને પ્રાધાન્ય આપી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, "જો ભારત માટે હોર્મુઝનો રસ્તો ખુલ્લો છે, તો પાકિસ્તાની જહાજોને કેમ અટકાવવામાં આવે છે?" ચીમાએ ચેતવણી આપી કે જો કતારથી આવતો ગેસનો પુરવઠો પાકિસ્તાન નહીં પહોંચે, તો દેશમાં રસોઈ ગેસની ગંભીર કટોકટી સર્જાશે.
ભારત-ઈરાન દોસ્તીનું ગણિત
કમર ચીમાના મતે, ઈરાન ક્યારેય ભારતને નારાજ કરવાનું જોખમ નહીં લે. ભારત એક મોટું બજાર છે અને ઈરાન માટે મહત્વનું વ્યાપારી ભાગીદાર છે. જ્યારે પાકિસ્તાન સાથે ઈરાનના સંબંધો માત્ર રાજકીય નિવેદનો પૂરતા મર્યાદિત રહ્યા છે. ઈરાન જાણે છે કે પાકિસ્તાનના સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરારો છે, તેથી તે ભારત સાથે વ્યાપારી સંબંધો મજબૂત કરવાને વધુ ફાયદાકારક માને છે. ચાબહાર બંદરનો ઉપયોગ કરીને ભારત જે રીતે અફઘાનિસ્તાન સુધી પહોંચ્યું છે, તેનાથી પાકિસ્તાનની વ્યૂહાત્મક પકડ નબળી પડી છે.
પાકિસ્તાન પર આર્થિક સંકટના વાદળો
પાકિસ્તાની નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન સરકાર અત્યારે LPG પર ૨.૩ ટ્રિલિયન ડોલરની જંગી સબસિડી આપી રહી છે, જે લાંબો સમય ટકી શકે તેમ નથી. જો ઈરાન પાકિસ્તાની જહાજોને રસ્તો નહીં આપે, તો સરકારે ફરીથી IMF પાસે લોન લેવા માટે હાથ ફેલાવવા પડશે. પાકિસ્તાની જનતામાં એ વાતનો રોષ છે કે તેઓ ઈઝરાયેલ વિરુદ્ધ ઈરાનનો પક્ષ લે છે, છતાં આર્થિક લાભોના મામલે ઈરાન ભારતની તરફેણ કરી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
